December 23, 2024

‘ઘર ખાલી કરી જતા રહો…’, 321 કિમી પ્રતિ કલાકની ઝડપે હરિકેન, રાષ્ટ્રપતિએ આ દેશના લોકોને કરી અપીલ

 joe biden: ફ્લોરિડા તરફ આગળ વધી રહેલું હરિકેન મિલ્ટન 321 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે કોઈપણ સમયે ફ્લોરિડામાં ટકરાઈ શકે છે. આ પહેલા બુધવારે બપોરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન મોટું નિવેદન જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિએ મીડિયામાં નિવેદન આપતાં ફ્લોરિડાના રહેવાસીઓને પલાયન કરવા વિનંતી કરી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે મિલ્ટન એક કેટેગરી 5 નું વાવાઝોડું છે. જે લોકોને તેમના ઘરોમાંથી ઓછામાં ઓછી આવશ્યક ચીજવસ્તુઓ સાથે તેમના ઘરો ખાલી કરવા વિનંતી કરે છે, જેથી જાન-માલના નુકસાનને ઘટાડી શકાય.

અત્યાર સુધીનું સૌથી વિનાશક તોફાન
યુએસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિકેન મિલ્ટન રાજ્યના ગલ્ફ કોસ્ટ પર ત્રાટકનાર અત્યાર સુધીના સૌથી વિનાશક વાવાઝોડામાંથી એક હોવાની અપેક્ષા છે. સ્થાનિક પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા 10 લાખથી વધુ લોકોને તેમના ઘર ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે.

રસ્તાઓ પર ભીડ, પેટ્રોલ પંપ ખાલી
લોકો તેમના ઘર છોડીને ભાગી રહ્યા છે. ફ્લોરિડા અને નજીકના શહેરોમાં મુખ્ય માર્ગો અને હાઇવે પર ભીડ જોવા મળી રહી છે. લોકો તોફાનથી બચવા માટે ઉંચી જગ્યાઓ શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહેરના પેટ્રોલ પંપમાં ઇંધણ સમાપ્ત થઈ ગયું છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શહેરમાં હેલેન વાવાઝોડું ત્રાટક્યું હતું, જેના કારણે ઘણું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: 31 બાઈક… 441 કેમરાની તોડ ફોડ, ઈમરાનની પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં 24 કરોડનું નુકસાન

નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કેટેગરી પાંચના વાવાઝોડાને ‘આપત્તિજનક’ ગણાવ્યા છે. હવામાનશાસ્ત્રીઓના મતે પવન 249 કિમી/કલાક કે તેથી વધુની ઝડપે ફૂંકાય છે. જેના કારણે જાનમાલને ગંભીર નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે કેટેગરી પાંચના તોફાનમાં 18 ફૂટથી વધુ ઊંચા તોફાની મોજાઓ ઉદભવે છે, જેના કારણે કાયમી મકાનો ધરાશાયી થઈ શકે છે. જેના કારણે વૃક્ષો અને વીજ લાઈનો પડી જવાની સંભાવના છે.