યમનમાં ગેસ સ્ટેશન પર વિસ્ફોટથી ભીષણ આગ, અત્યાર સુધીમાં 15 લોકોના મોત 67 ઘાયલ
Yemen: યમનમાં એક ગેસ સ્ટેશન પર થયેલા વિસ્ફોટમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. હુથી બળવાખોરોના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિસ્ફોટ શનિવારે બાયદા પ્રાંતના ઝાહેર જિલ્લામાં થયો હતો. નિવેદન અનુસાર ઓછામાં ઓછા 67 અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાંથી 40 લોકોની હાલત ગંભીર છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. ઓનલાઈન પ્રસારિત થયેલા ફૂટેજમાં ભીષણ આગ દેખાઈ રહી હતી. આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો
ગેસ સ્ટેશન પર વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ છે. ઈઝરાયલ અને હુથી બળવાખોરો વચ્ચે હિંસા ચાલુ છે. ગાઝામાં યુદ્ધ શરૂ થયું ત્યારથી હુથી બળવાખોરો ઈઝરાયલ પર હુમલો કરી રહ્યા છે. આ ક્રમમાં હુથીઓ લાલ સમુદ્રમાં ઈઝરાયલી જહાજોને નિશાન બનાવી રહ્યા છે. આ દરમિયાન બંને વચ્ચે તણાવ એટલો વધી ગયો છે કે બંને એકબીજા પર સીધા હુમલો કરી રહ્યા છે.
આ પણ વાંચો: બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલિશન ચાલુ, ધાર્મિક સ્થળ તોડી પાડ્યું
વિસ્ફોટમાં કોનો હાથ છે?
હુથીઓએ ઈઝરાયલ પર હાઇપરસોનિક મિસાઇલથી હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઈઝરાયલ અને હુથી બળવાખોરોએ સના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલાના જવાબમાં હુથીઓએ ઈઝરાયલ પર એક પછી એક ઘણા મોટા હુમલા કર્યા. જેના કારણે ઈઝરાયલની રાજધાની તેલ અવીવના ઘણા એરપોર્ટ નાશ પામ્યા અને રનવે બરબાદ થઈ ગયા. ઈઝરાયલ અને હુથીઓ વચ્ચે હિંસાનું ચક્ર હજુ પણ ચાલુ છે. આ વિસ્ફોટ ઈઝરાયલ દ્વારા કરવામાં આવ્યો હતો કે નહીં તે સંપૂર્ણપણે નકારી શકાય નહીં.