January 19, 2025

Hug કરવાના છે અઢળક ફાયદા, આ Hug Day તમે પણ સેલિબ્રેટ કરો

Hug Day 2024: 12 ફેબ્રુઆરીના રોજ હગ ડે સેલિબ્રેટ થાય છે. આ દિવસે પ્રેમિઓ એકબીજાને ગળે મળીને પોતાના પ્રેમને વધારે ગાઢ અને સંબંધને વધારે નજીક લાવે છે. ગળે મળવાથી બંન્ને વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપરાંત હગ કરવાના અનેક ફાયદાઓ પણ છે. તો આ વેલેન્ટાઈન વીકમાં પ્રેમની સાથે તમારા સ્વાસ્થય માટે પણ કંઈક ખાસ કરો.

મુડ મસ્ત રહે છે
ગળે મળવાથી પ્રેમનો અનુભવ થાય છે. આ સાથે મુડ પણ સારો રહે છે. જો કોઈ વ્યક્તિ ચિંતામાં હોય છે તેને હગ કરવામાં આવે તો તે માણસ થોડા સમય માટે ટેન્શન ફ્રી થઈ જાય છે. હગ કરવાના કારણએ હૈપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે.

તણાવ થાય છે દુર
ગળે મળવાથી તણાવ દુર થાય છે. નોંધનીય છેકે, હગ કરવાથી તમારૂં કોર્ટિસોલ લેવલ ઓછું થાય છે. જેના કારણે સ્ટ્રેસ હોર્મોનના નામથી પણ ઓળખવામાં આવે છે. જો તમારું કોર્ટિસોલ વધેલું છે. તો તમને ટેન્શન, ચિંતા જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે.

બ્લડ સર્કુલેશનમાં સુધારો
હગ કરવાથી શરીરમાં બ્લડનું સર્કુલેશન સુધરે છે. જેના કારણે શરીરમાં ઓક્સીજનનું સપ્લાઈ પણ સારી રીતે થાય છે.

મગજ શાર્પ થાય છે
હગ કરવાથી તમારી યાદશક્તિમાં સુધારો થાય છે. જેના કારણે શરીરમાં ઓક્સીટોસિન હોર્મોન રિલીઝ થાય છે. જે તણાવને દુર કરવાની સાથે મગજને પણ તેજ કરે છે.