November 18, 2024

DC vs GT મેચ દરમિયાન કેવું રહેશે હવામાન?

DC vs GT: દિલ્હીમાં આજે ગુજરાત ટાઇટન્સની ટીમ અને દિલ્હી કેપિટલ્સની ટીમની મેચ રમાશે. અત્યાર સુધીમાં બંને ટીમનું કંઈ એટલું ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. બંને ટીમનું એક સરખું પ્રદર્શન જોવા મળ્યું છે. પરંતુ આ વચ્ચે ગઈ કાલે પડેલા વરસાદના કારણે ચાહકોની ચિંતા વધારી દીધી છે. તો આજે કેવું રહેશે હવામાન જાણો.

હવામાન કેવું રહેશે?
આજના દિવસે તો વરસાદની કોઈ સંભાવના જોવા મળી રહી નથી. તાપમાન 39 થી 25 ડિગ્રી વચ્ચે રમાવાની છે. જેના કારણે આ મેચ કોઈ પણ અવરોધ વિના ક્રિકેટ ચાહકો માણી શકે છે. આઈપીએલમાં બંને ટીમ વચ્ચે હાલ ટોટલ 4 મેચનું આયોજન થયું છે. જેમાં બંને ટીમ બે-બે મેચ જીતી છે. હાલ તો હવામાન સામાન્ય રહેશે. જેના કારણે આજની મેચમાં કોઈ પણ હવામાન લક્ષી કોઈ અવરોધ નહીં નડે.

આ પણ વાંચો: નો બોલના વિવાદ પર સિદ્ધુના ધારદાર સવાલ, મુદ્દો ટીમને પણ અસરકર્તા

બંને ટીમોની ટુકડી

ગુજરાત ટાઇટન્સ ટીમઃ રાહુલ તેવટિયા, સ્પેન્સર જોન્સન, કાર્તિક ત્યાગી, જોશવા લિટલ, દર્શન નલકાંડે, નૂર અહેમદ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, મોહિત શર્મા, જયંત યાદવ, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, સંદીપ વારિયર, શરત બીઆર અને માનવ સુતાર, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, મેથ્યુ વેડ, કેન વિલિયમસન, અઝમતુલ્લા ઓમરઝાઈ, અભિનવ મનોહર, રાશિદ ખાન, વિજય શંકર, શુભમન ગિલ (કેપ્ટન)

દિલ્હી કેપિટલ્સ ટીમઃ ડેવિડ વોર્નર, અભિષેક પોરેલ, રિકી ભુઈ, યશ ધૂલ, શાઈ હોપ, વિકી ઓસ્તવાલ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે, ખલીલ અહેમદ, સુમિત કુમાર, અક્ષર પટેલ, લલિત યાદવ અને જેક ફ્રેઝર-મેકગર્ક, ઋષભ પંત (કેપ્ટન), પૃથ્વી શો, ટ્રિસ્ટન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, સ્વસ્તિક ચિકારા, ઈશાંત શર્મા, જ્યે રિચર્ડસન, રસિક દાર