September 20, 2024

સુનિતા વિલિયમ્સ પાસે પૃથ્વી પર પરત આવવા માટે માત્ર બે વિકલ્પ…!

Sunita Williams: સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અવકાશમાં ફસાયાને લગભગ બે મહિના થઈ ગયા છે અને હજુ સુધી તે પૃથ્વી પર પાછા ફરી શક્યા નથી. આ દરમિયાન, હવે નાસા તેમના પરત આવવા માટે એક નવી યોજના બનાવી રહ્યું છે, જેને આજે મંજૂરી મળી શકે છે. નોંધનીય છે કે, બંનેએ 5 જૂને બોઈંગના સ્ટારલાઈનર મારફતે અવકાશમાં ઉડાન ભરી હતી.

NASA આવતીકાલે અંતિમ નિર્ણય લેશે
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ અથવા સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ પર પૃથ્વી પર પરત લાવવામાં આવશે. આ અંગે નાસા આવતીકાલે અંતિમ નિર્ણય લઈ શકે છે. એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સન અને અન્ય ઉચ્ચ અધિકારીઓ શનિવારે આ અંગે બેઠક કરશે.

અઠવાડિયામાં પાછા ફરવાનું હતું
અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે 5 જૂને બોઇંગના સ્ટારલાઇનરમાં ઉડાન ભરી હતી. તે લગભગ એક અઠવાડિયા પછી જ સ્પેસ સ્ટેશનથી પરત ફરવાના હતા, પરંતુ આ પરીક્ષણ ઉડાનમાં થ્રસ્ટર નિષ્ફળતાનો ભોગ બની હતી અને હિલીયમ લીક એટલું ગંભીર બની ગયું કે નાસાએ સ્ટારલાઈનરને સ્પેસ સ્ટેશન પર ગ્રાઉન્ડ કરી દીધું.

સ્પેસએક્સ અવકાશયાત્રીઓને પરત લાવી શકે છે, પરંતુ આ માટે તેમને ફેબ્રુઆરી સુધી ત્યાં રાખવામાં આવશે. જો NASA નક્કી કરે કે સ્પેસએક્સ દ્વારા બંનેને પરત આવશે તો સ્ટારલાઇનર સપ્ટેમ્બરમાં ખાલી હાથે પૃથ્વી પર પાછા ફરશે. એન્જિનિયરો પાંચમાંથી ચાર નિષ્ફળ થ્રસ્ટર્સને ઓનલાઈન રિપેર કરવામાં સક્ષમ હતા, પરંતુ તે પૃથ્વી પર સફળતાપૂર્વક પરત ફરી શકશે કે કેમ તે અંગે હજુ પણ ચિંતા છે.