News 360
December 26, 2024
Breaking News

કેવી રીતે થાય છે ‘કબૂતર જાસૂસી’? જાણો તમામ માહિતી

Spy Pigeon: જાસૂસી કબૂતર વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ આ કબૂતરોનો ઉપયોગ આજથી નહીં પરંતુ પહેલા જ કરવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધ જયારે થયું હતું ત્યારે પણ કબૂતરોનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવ્યો હતો. જાસૂસી કરવા માટે કબૂતરો પર કેમેરા બાંધવામાં આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે કેવી રીતે કબૂતરોની મદદથી જાસૂસી થતી હશે. જાણો તમામ બાબતો અમારા આ અહેવાલમાં.

કબૂતરો કેમેરાથી સજ્જ
પ્રથમ વિશ્વયુદ્ધમાં વ્યાપકપણે ઉપયોગમાં કબૂતરોને લેવામાં આવ્યા હતા. જેમાં દેખરેખ માટે ઘણા સમયે કબૂતરોનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેમાં કોઈ મોટી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આજના સમયમાં તમે જાસૂસી માટે ડ્રોનનો યુઝ કરો છો તો તમે પકડાઈ જશો તે ફાઈનલ વાત છે. તો બીજી બાજૂ કબૂતર અથવા અન્ય પક્ષીના કિસ્સામાં પકડાઈ જવાની શક્યતા ખુબ ઓછી જોવા મળે છે. જેના કારણે કબૂતરોને કેમેરાથી સજ્જ કરીને જાસૂસી માટે તૈયાર કરવામાં આવે છે. મોટા ભાગના મિશનમાં કબૂતરોનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો: Shark Tank Indiaમાં આવી AI હાઇડ્રોજન કાર

કબૂતર કેવી રીતે જાસૂસી કરે છે?
અમેરિકન જાસૂસી સંસ્થાએ થોડા સમય પહેલા જાસૂસી માટે ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં કેમેરાને કબૂતરો સાથે બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ તેને છોડી દેવામાં આવે છે. સારી વાત એ છે કે પક્ષીઓ દરેક જગ્યાએ જોવા મળે છે. જેના કારણે કોઈને તેમના પર શંકા જતી નથી. CIA દ્વારા વિકસિત કેમેરાની મદદથી દુરથી પણ ફોટો પાડી શકાય છે. ગમે તેટલી ઉંચાઈ હોય આ કેમેરાની મદદથી સારી રીતે તમે ફોટા ક્લિક કરી શકાય છે. પરંતુ CIAએ તેના વિગતવાર પેજમાં માહિતી આપતા જણાવ્યું કે તેનો આ પ્રોગ્રામ નિષ્ફળ ગયો છે. મોટી જે સમસ્યા આવી રહી હતી તે હતી કે આ પક્ષીઓને ચોક્કસ સ્થળે મોકલવા મુશ્કેલ કામ છે.

કબૂતર પકડાયું
ગયા વર્ષેની વાત કરવામાં આવે તો ભારતમાંથી કબૂતર પકડાયું હતું. આ કબૂતરને 8 મહિના સુધી કેદમાં રાખવામાં આવ્યું હતું. કબૂતરને મુંબઈમાં આવેલી પશુ ચિકિત્સા હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું. કબૂતરના પંજામાં બે વીંટી બાંધવામાં આવી હતી, જેમાંથી એક તાંબાની અને બીજી એલ્યુમિનિયમની હતી. કબૂતરની બંને પાંખો નીચે ચીની ભાષામાં કંઈક લખેલું હતું. જેની તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા સામે આવ્યું કે કબૂતરે તાઈવાનમાં એક રેસમાં ભાગ લીધો હતો, જ્યાંથી તે ઉડીને ભારત પહોંચ્યી ગયું હતું. પોલીસની તપાસ પુરી થતાની સાથે તેને છોડી દેવા માટે પરવાનગી આપવામાં આવી છે. ત્યાર બાદ કબૂતરને છોડી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ