January 16, 2025

ચા ગાળવાની ગરણી થઈ ગઈ છે કાળી, તો આ રીતે ફરી ચમકાવો

અમદાવાદ: કોઈ પણ સારો કે ખરાબ પ્રસંગ હોય સૌથી પહેલા ચા યાદ આવે છે. આથી ઘરમાં સૌથી વધારે ચાની ગરણીનો ઉપયોગ થાય છે. આથી સ્ટીલની ગરણી જલ્દી જ કાળી પડી જાય છે. આ ગરણીને ફિલ્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે કાળી ગરણીનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક લોકો એ ગરણી ખરાબ થતા ફેકી દે છે. જો તમે પણ આવુ કરતા હો તો આજથી તમારે કાળી ગરણીને ફેકવાની જગ્યાએ તેના ચકાચક સાફ કરવાના કેટલાક ઉપાયો જણાવીશું.

ગેસની આંચ પર રાખો
સ્ટીલ ટી સ્ટ્રેનરને સળગાવીને સાફ કરવાનો સૌથી સરળ રસ્તો છે. એટલે કે તમે ફિલ્ટરને ગેસની આંચ પર થોડો સમય રાખો. તેને ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી તેમાં અટવાયેલો કચરો બળી ન જાય. આ સમય દરમિયાન તમારે સાવધાન રહેવું પડશે. જેથી તમને કોઈ નુકસાન ન થાય. હવે ફિલ્ટરને ઠંડુ કર્યા પછી ટૂથબ્રશની મદદથી સામાન્ય ડીશવોશ લગાવીને સાફ કરો. જેના કારણે ફિલ્ટર નવા જેવું થઈ જશે.

ખાવાનો સોડા વાપરો
જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે બેકિંગ સોડા કુદરતી ક્લીનઝર તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં તમે તેનો ઉપયોગ સ્ટીલ ફિલ્ટરને સાફ કરવા માટે પણ કરી શકો છો. જેના માટે તમારે ગરમ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને લિક્વિડ તૈયાર કરવાનું છે. હવે આ દ્રાવણમાં સ્ટીલના ફિલ્ટરને 3-4 કલાક માટે રાખો. એ બાદ સ્ટ્રેનર પર ડિશવોશ લિક્વિડ લગાવો અને તેને બ્રશ અથવા સ્ક્રબ વડે ઘસો.

સફેદ વિનેગર સાથે સાફ કરો
સફેદ વિનેગરની મદદથી ટી સ્ટ્રેનર પણ સાફ કરી શકાય છે. આ માટે સફેદ વિનેગરના બાઉલમાં ગરણીને 3-4 કલાક માટે રાખો. એ બાદ ફિલ્ટરને સ્ક્રબ કરો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જો ચાની ગાળી ખૂબ જ ગંદી હોય તો તેને રાત્રે સૂતા પહેલા સફેદ વિનેગરમાં રાખો. હવે સવારે ઉઠ્યા બાદ ફિલ્ટરને સ્ક્રબ કરો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જેનાથી મિનિટોમાં ફિલ્ટર નવું અને ચમકદાર દેખાશે.

આ પણ વાંચો: ‘જો યુપીમાં હોત તો ઊંધો લટકાવી દીધો હોત…’, પશ્ચિમ બંગાળમાં કોના પર ભડક્યા CM યોગી?

બ્લીચથી પણ સાફ કરી શકાય
ટી સ્ટ્રેનરને સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે સૌથી પહેલા એક કપ પાણીમાં ¼ કપ બ્લીચ મિક્સ કરો. હવે આ પ્રવાહીમાં ફિલ્ટરને પલાળી રાખો અને 20 મિનિટ પછી તેને બ્રશથી ઘસીને ધોઈ લો. એ બાદ ટી સ્ટ્રેનર પર ડીશવોશ લિક્વિડ લગાવો અને તેને સામાન્ય રીતે ધોઈ લો. જેનાથી ચાની ગાળી સાફ થઈ જશે અને દુર્ગંધ પણ મુક્ત થશે.