November 28, 2024

શું તમારા ફોનનું ચાર્જર નકલી તો નથી? આ ટ્રીકથી મિનિટોમાં પડી જશે ખબર

પોતાના સ્માર્ટફોનને બચાવવા માટે આ જાણકારી તમારા કામમાં આવશે! આજકાલ દરેક વ્યક્તિ પોતાના ફોનનું સારી રીતે ધ્યાન રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનનું ચાર્જર અસલી છે કે નકલી? નકલી ચાર્જર તમારા ફોનને નુક્સાન પહોંચાડી શકે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે પોતાના ઘરમાં બેસીને જાણકારી મેળવી શકો છો કે તમારૂં ચાર્જર અસલી છે કે નકલી. બસ તમારા ફોનમાં એક એપ હોવી જોઈએ, જેની મદદથી તમે સરળતાથી જાણી શક્શો.

નકલી ચાર્ચરનો ખતરો કેમ?

  • તમારો ફોન ખરાબ થઈ શકે છે: નકલી ફોન તમારા ફોનની બેટરીને ખરાબ કરી શકે છે અને ફોનને પણ નુકસાન પહોંચાડી શકે છે.
  • બ્લાસ્ટ થવાનો ખતરો: ક્યારેક-ક્યારેક નકલી ચાર્જરના કારણે ફોનમાં બ્લાસ્ટ થઈ શકે છે.
  • ફોન ગરમ થવાની સમસ્યા: નકલી ચાર્જર ખુબ જ જલદી ગરમ થઈ શકે છે, જેના કારણે ફોન ખરાબ થઈ શકે છે.

કેવી રીતે ઓળખશો અસલી અને નકલી ચાર્જર?

  • પેકેજિંગ: અસલી ચાર્જર હંમેશા સારા પેકેજિંગમાં આવે છે. તેના બોક્સ પર તમામ જાણકારી અને બ્રાંડિંગ સ્પષ્ટ હોય છે. નકલી ચાર્જરનું પેકેજિંગ મોટા ભાગે સસ્તી અને ખરાબ ક્વોલિટીનું હોય છે.
  • કેબલ: અસલી ચાર્જરનો કેબલ મજબૂત અને ફ્લેકસિબલ હોય છે. નકલી ચાર્જરનો કેબલ નબળો અને તૂટવાવાળો હોય છે.
    ચાર્જિંગ સ્પીડ: અસલી ચાર્જરથી ફોન ખુબ જ જલ્દી ચાર્જ થઈ જાય છે. નકલી ચાર્જરથી ફોન ધીરે-ધીરે ચાર્જ થાય છે અથવા બિલકુલ પણ ચાર્જ થતો નથી.
  • લોગો: અસલી ચાર્જર પર કંપનીનો લોગો ખુબ જ સ્પષ્ટ હોય છે. નકલી ચાર્જર પર લોગો ધુંધળો અને ખોટો હોય છે.
  • વજન: અસલી ચાર્જર થોડું ભારે હોય છે. નકલી ચાર્જર વજનમાં હલકું હોય છે.
  • ગરમ થવું: અસલી ચાર્જર થોડું ગરમ થાય છે પરંતુ નકલી ચાર્જર ખુબ જ વધારે ગરમ થાય છે.

અસલી ચાર્જર કેવી રીતે ખરીદશો?

  • ઓથોરાઈજ્ડ સ્ટોર્સથી ખરીદો: હમેંશા કોઈ ઓથોરાઈજ્ડ સ્ટોરથી જ રાર્જર ખરીદો.
  • બિલ જરૂરથી લેવું: ચાર્જર ખરીદતા સમયે બિલ જરૂરથી લો.
  • કંપનીની વેબસાઈટ પર તપાસ કરો: તમે કંપનીની વેબસાઈટ પર જઈને ચાર્જર વિશેની જાણકારી મેળવી શકો છો.

UMANG એપનો ઉપીયોગ કરો:

  • સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં UMANG એપ ડાઉનલોડ કરો.
  • જો તમે નવા યૂઝર છો તો એપમાં તમારી પ્રોફાઈલ બનાવો.
  • હોમ સ્ક્રિન પર એક સર્ચ બાર મળશે. તેમાં BIS Care સર્ચ કરો.
  • તેના પછી એક નવું પેજ ખુલશે, અહીંયા નીચે સ્ક્રોલ કરો અને Verify R-no. under CRS ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે તમે ચાર્જરનો R નંબર નોંધો, જે સામાન્ય રીતે એડેપ્ટર પર લખેલો હોય છે.
  • આ માહિતીને એડેપ્ટર પર લખેલી જાણકારી સાથે ચેક કરો.