September 21, 2024

રાહુલ ગાંધીને વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસે કેટલા રૂપિયા આપ્યા?

નવી દિલ્હી: તાજેતરમાં સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાહુલ ગાંધીને વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડવા માટે 70-70 લાખ રૂપિયા આપ્યા હતા. પાર્ટી તરફથી ચૂંયણી આયોગને આ જાણકારી આપવામાં આવી છે. રાહુલને બે બેઠકો પરથી ચૂંટણી લડવા માટે કૂલ 1 કરોડ 40 લાખ રૂપિયા મળ્યા હતા. એક સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવા માટે સૌથી વધુ રકમ મળવનારા કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ હતા. જેમણે પાર્ટી ફંડથી 87 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જોકે તે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બીજેપી ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે ચૂંટણી હારી ગયા હતા.

કેસી વેણુગોપાલસ, કિશોરી લાલ શર્માને મળ્યા 70 લાખ રૂપિયા
લોકસભા ચૂંટણી 20245માં કોંગ્રેસે જે ઉમેદવારોને 70 લાખ રૂપિયા આપ્યા હતા, તેમાં કિશોરી લાલ શર્મા સામેલ હતા. કિશોરી લાલ શર્માએ અમેઠીથી બીજેપીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને હરાવ્યા હતા. કોંગ્રેસ નેતાઓમાં કે.સી. વેણુગોપાલ (કેરળના અલાપ્પુઝા) અને મણિકમ ટાગોર (તમિલનાડુમાં વિરૂધનગર)ને પણ 70-70 લાખ રૂપિયા આપ્યા હતા. કર્ણાટકના ગુલબર્ગાથી કોંગ્રેસ ઉમેદવાર રાધાકૃષ્ણ અને વિજય ઈંદર સિંગલા (પંજાબના આનંદપુર સાહિબ)ને પણ ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી 70-70 લાખ રૂપિયા મળ્યા હતા.

આ પણ વાંચો: ‘તારક મહેતા’ના પિતાનું અવસાન, શૈલેષ લોઢાની પોસ્ટ કરશે ભાવુક

દિગ્વિજય સિંહને મળ્યા 50 લાખ રૂપિયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માને 46 લાખ અને પાર્ટીના સિનીયર નેતા દિગ્વિજય સિંહને 50 લાખ રૂપિયા મળ્યા હતા. જોકે આ બંને નેતા ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધીએ રાયબરેલીની સાથે-સાથે વાયનાડથી પણ જીત હાંસલ કરી હતી. પરંતુ તેમણે વાયનાડની સીટ છોડી દીધી. તે હવે લોકસભામાં નેતા પ્રતિપક્ષ છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024માં કૂલ 99 સીટો જીતી હતી અને તેમાં રાહુલ ગાંધીએ બંને સીટો પર જીત હાંસલ કરી હતી.

ખર્ચની મર્યાદા 90 લાખ રૂપિયા
તમને જણાવી દઈએ કે, કોઈ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચાર પર કરવામાં આવેલ ખર્ચની સીમા હોય છે. પરંતુ રાજનૈતિક દળો માટે આવી કોઈ સીમા નથી. જાન્યુઆરી 2022માં નિર્વાચન આયોગની ભલામણના આધારેલ સરકારે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રૂપિયાથી વધારીને 95 લાખ રૂપિયા અને વિધાનસભા ચૂંટણી માટે 28 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા કરી દીધી હતી. લોકસભા ચૂંટણી માટે સંશોધિત વ્યયની સીમા હવે મોટા રાજ્યો માટે 90 લાખ રૂપિયા અને નાના રાજ્યો માટે 75 લાખ રૂપિયા છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી સાત ચરણોમાં અને પરિણામ 4 જૂનના રોજ આવ્યું હતું.