January 19, 2025

મંત્રી કે ધારાસભ્યને પેટ્રોલ અને ડીઝલના કેટલા પૈસા મળે છે?

Mla In India: મંત્રીઓ અને ધારાસભ્યોને સરકાર તરફથી અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જેમાંથી એક સુવિધા સરકારી વાહન પણ છે. હવે તમને સવાલ થતો હશે કે મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના વાહનો માટે પેટ્રોલ અને ડીઝલના કેટલા પૈસા આપવામાં આવે છે. ત્યારે તમારા આ સવાલનો જવાબ આવો જાણીએ.

આ પણ વાંચો: મેથીના દાણાથી બનાવો આ રીતે હેર માસ્ક, વાળની સમસ્યાઓ થશે દૂર

પેટ્રોલ અને ડીઝલ માટે ભથ્થું આપવામાં આવે છે
ધારાસભ્યો અને મંત્રીઓને મળતા પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જેતે રાજ્યના નિયમોને આધારે આપવામાં આવે છે. રાજ્યની વિધાનસભા અથવા મંત્રાલય નક્કી કરે છે. ધારાસભ્યો અથવા મંત્રીઓને વાર્ષિક કેટલા લિટર પેટ્રોલ અને ડીઝલની કેટલી સુવિધા આપવી તે રાજ્યનું મંત્રાલય નક્કી કરે છે. રાજ્યોમાં દરેક મંત્રી અથવા ધારાસભ્યને પેટ્રોલ અથવા ડીઝલ માટે દર મહિને 1000-1500 રૂપિયા આપવામાં આવે છે. જોકે દરેક રાજ્યમાં તે અલગ અલગ હોય શકે છે.