November 24, 2024

10 વર્ષમાં કેટલો વધ્યો તમારો મહિનાનો ખર્ચ?

નવી દિલ્હી: નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે હાલમાં સરેરાશ માસિક પ્રતિ વ્યક્તિ ઉપભોક્તા ખર્ચના આંકડાઓ જાહેર કર્યા છે. આ આંકડાઓ કંજપ્શન એક્સપેંડિચર સર્વે 2022-23 પર આધારિત છે. તેના આધારે ગામડાઓમાં સૌથી નીચેના સ્તર પર રહેવા વાળી 5 ટકા આબાદીની સરેરાશ માસિક પ્રતિ વ્યક્તિ ઉપભોક્તા ખર્ચ માત્ર 1,373 રુપિયા છે. આ હિસાબે એક દિવસના માત્ર 45 રુપિયા થાય. આજ રીતે જો શહેરમાં રહેતા લોકો વિશે વાત કરીએ તો શહેરમાં રહેવા વાળા 5 ટકા સૌથી ગરીબ લોકોની પ્રતિ વ્યક્તિ ઉપભોક્તાનો માસિક ખર્ચ 2001 રુપિયા છે. એ હિસાબે તેમનો દૈનિક ખર્ચ 67 રુપિયા થાય છે.

એસસીઈએસની ફૈક્ટશીટના આધારે જો ગામ અને શહેરની તુલના સૌથી અમીર ટોપ 5 ટકા લોકોથી કરવામાં આવે તો ગામડાના પ્રતિ વ્યક્તિ માસિક સરેરાશ ઉપભોક્તા ખર્ચ 10,501 રૂપિયા છે. એ પ્રમાણે પ્રતિદિન 350 રુપિયા છે. શહેરી વિસ્તારના ટોપ 5 ટકા લોકોની સરેરાશ માસિક ઉપભોક્તા ખર્ચ 20,824 રુપિયા એટલે કે 695 રુપિયા એક દિવસના છે.

વધી રહ્યો છે ઉપભોક્તા ખર્ચ
જો સમગ્ર દેશની વસ્તીના સરેરાશને જોતા 2011-12ની તુલનામાં 2022-23 સુધીમાં લોકોની માસિક ઉપભોક્તા ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે. દેશમાં પરિવારના પ્રત્યેક વ્યક્તિના માસિક ઘરેલુ ખર્ચ સરેરાશ શહેરી વિસ્તારમાં 2022-23માં 6459 રુપિયા થયા છે જે 2011-12માં એ રકમ 2,630 રુપિયા હતું. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં તે વધીને 3,773 રુપિયા થઈ ગયું છે. જે એક દશક પહેલા 1,430 રુપિયા હતું.

જો આ ગ્રોથને જોવામાં આવે ચો ગ્રામીણ વસ્તીના સરેરાશ માસિક ઘરેલુ ખર્ચમાં 164 ટકાનો વધારો થયો છે. ત્યારે બીજી તરફ શહેરી વસ્તીમાં ઘરેલુ ખર્ચમાં 146 ટકાનો વધારો થયો છે. NSSO સામાન્ય રીતે દર 5 વર્ષે આ આંકડાઓ જાહેર કરે છે. આ વખતે આ આંકડાઓ 10 વર્ષ બાદ જાહેર કરવામાં આવ્યા છે.