December 25, 2024

Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…

Manu Bhaker: ભારતની મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસમાં ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટિંગમાં ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો આ પહેલો મેડલ પણ છે. પરંતુ શું તમને ખબર છે કે મનુ ભાકર કોણ છે? આવો જાણીએ મનુ ભાકર વિશે.

16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ
16 વર્ષની ઉંમરે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે હરિયાણાના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામની રહેવાસી છે. તેની માતા શાળામાં ભણાવા જાય છે અને પિતા મરીન એન્જિનિયર છે. વર્ષ 2018 માં, મનુ ભાકરે મેક્સિકોમાં ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (ISSF) માં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. મનુએ 10 મીટર એર પિસ્તોલ (મહિલા) કેટેગરીમાં પ્રથમ ગોલ્ડ જીત્યો બીજો ગોલ્ડ 10 મીટર એર પિસ્તોલ (મિશ્ર ઇવેન્ટ)માં જીત્યો હતો. ખાસ વાત તો એ હતી કે 1 જ દિવસમાં તેણીએ 16 વર્ષની ઉંમરમાં બે ગોલ્ડ મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આવું કરનાર તે સૌથી યુવા મહિલા ખેલાડી હતી.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 12 વર્ષ પછી શૂટિંગમાં મેડલ

દીકરી માટે છોડી નોકરી
મનુ ભાકરના પિતા રામ કિશન ભાકરે જણાવ્યું કે જ્યારે મનુએ પહેલીવાર સ્કૂલમાં કોઈ ઈવેન્ટમાં ભાગ લીધો ત્યારે તેણે એટલી સચોટતાથી ટાર્ગેટ માર્યો કે સ્કૂલના શિક્ષકો પણ જોતા રહી ગયા હતા. થોડીક પ્રેક્ટિસ અને ટ્રેઈનિંગ પછી વિવિધ સ્થળોએ આયોજિત સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ સમસ્યા એ હતી કે મનુ લાયસન્સવાળી પિસ્તોલ સાથે જાહેર બસમાં મુસાફરી કરી શકતી ના હતી. જેના કારણે મનુના પિતાએ દીકરી માટે નોકરી છોડી દીધી હતી. આ સાથે ખાસ વાત તો એ હતી કે દરકે પિસ્તોલની કિંમત 2 લાખ જેવી છે. મનુ માટે તેના પિતાએ ત્રણ પિસ્તોલ ખરીદી હતી. તેના પિતા મુનની રમત માટે વર્ષએ 10 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. મનુએ બોક્સિંગ, એથ્લેટિક્સ, સ્કેટિંગ, જુડો કરાટે જેવી ઘણી રમતોમાં પોતાનો હાથ અજમાવ્યો છે.