January 8, 2025

તમારી કંપની આ વર્ષે કેટલુ અપ્રેઝલ કરશે, જાણો સર્વેનો રિપોર્ટ

Appraisal: માર્ચ મહિનો અડધો પુરો થઈ ગયો છે. આ સાથે અલગ અલગ સેક્ટરમાં કામ કરી રહેલા લાખો- કરોડો કર્મચારીઓની સેલેરીમાં વધારો થવા જઈ રહ્યો છે. 31 માર્ચ 2024ના અંતમાં કોર્પોરેટ અને પ્રાઇવેટ કંપનીઓમાં અપ્રેઝલ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે. જે બાદ સેલરી ઈન્ક્રીમેન્ટ પ્રોસેસ શરૂ થઈ જાય છે. એપ્રિલ મહિનામાં થવા વાળી સેલેરી ઈન્ક્રીમેન્ટને લઈને તમામ કર્મચારીઓમાં ખુશી છે. તો આ વર્ષે કંપનીઓ કેટલું ઈન્ક્રીમેન્ટ કરશે તેનો એક સર્વે આવી ગયો છે.

સર્વે મુજબ આટલુ થશે ઈન્ક્રીમેન્ટ
કંસલ્ટિંગ ફરમ ડેલોઈટના એક સર્વે મુજબ વર્ષ 2024માં ભારતમાં સરેરાશ પગારમાં 9%નો વધારો થઈ શકે છે. નોંધનીય છેકે, ગત વર્ષે આ વધારો 9.2 %નો થયો હતો. ડેલોઈટ ઈન્ડિયા ટેલેન્ટ આઉટલૂક 2024ના સર્વે અનુસાર જે દેશમાં દર ત્રણમાંથી એક કંપની આ વર્ષે ડબલ ડિજિટ સેલેરી આપવાની યોજના બનાવી રહી છે. જ્યારે એવરેજ સેલરી હાઈક ગચ વર્ષની તુલનામાં ઓછી છે. 2024 માટે સેલકી હાઈકનું અનુમાન આઈટી અને બિઝનેશ પ્રોસેસ BPO/KPO સિવાય બધી ક્ષેત્રમાં પૂર્વ કોવિટ સ્તરમાં સૌથી વધારે છે.

કયા સેક્ટરમાં મળશે વધુ પગાર?
એક અન્ય સર્વેમાં જણાવવામાં આવ્યું છેકે, સૌથી વધારે સેલેરી હાઈક નાણાકિય સંસ્થાઓ, ઇન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ અને લાઈફ સાઈન્સથી જોડાયેલા ક્ષેત્રમાં થશે. લાઈફ સાઇન્સ અને નાણકિય સંસ્થાઓમાં 9.9% સેલેરી હાઈક મળી શકે છે. ઈ-કોમર્સ 9.2 ટકા, ઉત્પાદનમાં 10.1% કંસલ્ટિંગ અને સર્વિસીઝ, રિટેલ, ટેક્નોલોજી જેવી કંપનીઓની સેલરી ગ્રોથ ઓછી થઈ શકે છે. તો મેનુફેક્ચરિંગ સેક્ટરની આવકમાં 10.1%નો વધારો થવાનું અનુમાન છે.