December 18, 2024

Gujaratમાં લોકસભા ચૂંટણી 2014-2019માં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા?

Gujarat Vote Percentage: વર્ષ 2014 અને 2019માં ભાજપની મત ટકાવારી 50 થી વધુ હતી. વર્ષ 2019માં ગુજરાતમાં ભાજપના વોટની ટકાવારી 63.1 હતી, જ્યારે કોંગ્રેસની 32.6 ટકા હતી. ત્યાં જ વર્ષ 2014માં ગુજરાતમાં ભાજપના મતની ટકાવારી 60.10 હતી. જ્યારે કોંગ્રેસને 33.5 ટકા મત મળ્યા હતા. આ સાથે જ હિમાચલ પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પણ હતા જ્યાં ભાજપની મત ટકાવારી 50 થી વધુ હતી.. ત્યાં જ દક્ષિણ અને હિન્દી બેલ્ટના કેટલાક રાજ્યોમાં કોંગ્રેસને 30 અથવા 30 ટકાથી વધુ મત મળ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા 1 જૂનના રોજ સમાપ્ત થઈ હતી. હવે આદેશનો વારો છે. 18મી લોકસભા માટે કુલ 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા બાદ હવે લોકોની નજર પરિણામો પર છે. આ ચૂંટણી દરમિયાન મતની ટકાવારી મુખ્ય ચર્ચાનો વિષય રહી હતી. શરૂઆતમાં વિપક્ષે ચૂંટણી પંચ પર મતદાનના આંકડામાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો હતો, જોકે પંચે આ વાતને નકારી કાઢી હતી. ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે 2019ની સરખામણીમાં સાત તબક્કામાં વોટ ટકાવારીમાં ઘટાડો થયો છે. જો કે મતદાન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. આ દરમિયાન 1 જૂનના રોજ બહાર પાડવામાં આવેલા એક્ઝિટ પોલના અંદાજમાં ભાજપ અને એનડીએ માટે જંગી બહુમતી દર્શાવવામાં આવી છે.

વર્ષ 2019 દરમિયાન મળેલા મત

બેઠક ભાાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
કચ્છ વિનોદ ચાવડા 6,37,034 નરેશ મહેશ્વરી 3,31,521 3,05,513
બનાસકાંઠા પરબત પટેલ 6,79,108 પરથી ભટોળ 3,10,812 3,68,296
પાટણ ભરતસિંહ ડાભી 6,33,368 જગદીશ ઠાકોર 4,39,489 1,93,879
મહેસાણા શારદા પટેલ 6,59,525 પ્રહ્લાદ ચૌહાણ 3,78,006 2,81,519
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ 7,01,984 રાજેન્દ્રસિંહ ઠાકોર 4,32,997 2,68,987
ગાંધીનગર અમિત શાહ 8,94,624 ડૉ. સીજે ચાવડા 3,37,610 5,57,014
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ 7,49,834, ગીતા પટેલ 3,15,504 4,34,330
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી 6,41,622 રાજુ પરમાર 3,20,076 3,21,546
સુરેન્દ્રનગર ડૉ. મહેન્દ્ર મુંજપરા 6,31,844 સોમા ગાંડા 3,54,407 2,77,437
રાજકોટ મોહન કુંડારિયા 7,58,645 લલિત કગથરા 3,90,238 3,68,407
પોરબંદર રમેશ ધડુક 5,63,881 લલિત વસોયા 3,34,058 2,29,823
જામનગર પૂનમ માડમ 5,91,588 મુળુ કંડોરિયા 3,54,784 2,36,804
જૂનાગઢ રાજેશ ચુડાસમા 5,47,952 પૂંજા વંશ 3,97,767 1,50,185
અમરેલી નારણ કાછડિયા 5,29,035 પરેશ ધાનાણી 3,27,604 2,01,431
ભાવનગર ભારતી શિયાળ 6,61,273 મનહર પટેલ 3,31,754 3,29,519
આણંદ મિતેષ પટેલ 6,33,097 ભરતસિંહ સોલંકી 4,35,379 1,97,718
ખેડા દેવુસિંહ ચૌહાણ 7,14,572 બિમલ શાહ 3,47,427 3,67,145
પંચમહાલ રતનસિંહ રાઠોડ 7,32,136 વેચત ખાંટ 3,03,595 4,28,541
દાહોદ જશવંતસિંહ ભાભોર 5,61,760 બાબુ કટારા 4,34,164 1,27,596
વડોદરા રંજન ભટ્ટ 8,83,719 પ્રશાંત પટેલ 2,94,542 5,89,177
છોટા ઉદેપુર ગીતા રાઠવા 7,64,445 રણજિતસિંહ રાઠવા 3,86,502 3,77,943
ભરૂચ મનસુખ વસાવા 6,37,795 શેરખાન પઠાણ 3,03,581 3,34,214
બારડોલી પ્રભુ વસાવા 7,42,273 તુષાર ચૌધરી 5,26,826 2,15,447
સુરત દર્શના જરદોશ 7,95,651 અશોક પટેલ 2,47,421 5,48,230
નવસારી સીઆર પાટીલ 9,72,739 ધર્મેશ પટેલ 2,83,071 6,89,668
વલસાડ ડૉ. કેસી પટેલ 7,71,980 જીતુ ચૌધરી 4,18,183 3,53,797

વર્ષ 2014 દરમિયાન મળેલા મત

બેઠક ભાાજપના ઉમેદવાર મળેલા મત કોંગ્રેસના ઉમેદવાર મળેલા મત કેટલા મતની લીડ?
કચ્છ વિનોદ ચાવડા 5,62,855 ડૉ. દિનેશ પરમાર 3,08,373 2,54,482
બનાસકાંઠા હરિ ચૌધરી 5,07,856 જોઇતા પટેલ 3,05,522 2,02,334
પાટણ લીલાધર વાઘેલા 5,18,538 ભાવસિંહ રાઠોડ 3,79,819 1,38,719
મહેસાણા જયશ્રી પટેલ 5,80,250 જીવા પટેલ 3,71,359 2,08,891
સાબરકાંઠા દિપસિંહ રાઠોડ 5,52,212 શંકરસિંહ વાઘેલા 4,67,750 84,455
ગાંધીનગર એલકે અડવાણી 7,73,539 કિરીટ પટેલ 2,90,418 4,83,121
અમદાવાદ પૂર્વ પરેશ રાવલ 6,33,582 હિંમતસિંહ પટેલ 3,06,949 3,26,633
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી 6,17,104 ઇશ્વર મકવાણા 2,96,793 3,20,311
સુરેન્દ્રનગર દેવજી ફતેપરા 5,29,003 સોમા ગાંડા 3,26,096 2,02,907
રાજકોટ મોહન કુંડારિયા 6,21,524 કુંવરજી બાવળિયા 3,75,096 2,46,428
પોરબંદર વિઠ્ઠલ રાદડિયા 5,08,437 કાંધલ જાડેજા (NCP) 2,40,466 2,67,971
જામનગર પૂનમ માડમ 4,84,412 વિક્રમ આહિર 3,09,123 1,75,289
જૂનાગઢ રાજેશ ચુડાસમા 5,13,189 પૂંજા વંશ 3,77,347 1,35,832
અમરેલી નારણ કાછડિયા 4,36,715 વિરજી ઠુમ્મર 2,80,483 1,56,232
ભાવનગર ભારતી શિયાળ 5,49,529 પ્રવિણ રાઠોડ 2,54,041 2,95,488
આણંદ દિલીપ પટેલ 4,90,829 ભરત સોલંકી 4,27,403 63,426
ખેડા દેવુસિંહ ચૌહાણ 5,68,235 દિનશા પટેલ 3,35,334 2,32,901
પંચમહાલ પ્રભાતસિંહ ચૌહાણ 5,08,274 રામસિંહ પરમાર 3,37,678 1,70,596
દાહોદ જશવંતસિંહ ભાભોર 5,11,111 ડૉ. પ્રભા તાવિયાડ 2,80,757 2,30,354
વડોદરા નરેન્દ્ર મોદી 8,45,464 મધુસુદન મિસ્ત્રી 2,75,336 5,70,128
છોટા ઉદેપુર રામસિંહ રાઠવા 6,07,900 નરેશ રાઠવા 4,28,187 1,79,729
ભરૂચ મનસુખ વસાવા 5,48,9,02 જયેશ પટેલ 3,95,629 1,53,273
બારડોલી પ્રભુ વસાવા 6,62,769 તુષાર ચૌધરી 4,98,885 1,23,884
સુરત દર્શના જરદોશ 7,18,412 નૈષધ દેસાઈ 1,85,222 5,33,190
નવસારી સીઆર પાટીલ 8,20,831 મકસૂદ મિરઝા 2,62,715 5,58,116
વલસાડ ડૉ. કેસી પટેલ 6,17,772 કિશન પટેલ 4,09,768 2,08,004