December 25, 2024

એક દિવસમાં કેટલી વખત ફેસ વોશ કરવું જોઈએ?

Beauty Tips: ફેસવોશ કરવાથી તમારૂ હાઈજીન મેઈન્ટેઈન રહે છે. આ સાથે જ ફેસ પરની ડેડ સેલ્સ, ગંદકી, ધુળ માટીથી પણ છુટકારો મળી જાય છે. કેટલાક લોકો મેકઅપ હટાવવા માટે પણ ફેસવોશનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા ફેસવોશના ઉપયોગના કારણે સ્કિન ખરાબ થઈ જાય છે. જેના કારણે સ્કિનની સોફ્ટનેશ પણ ખતમ થતી જાય છે. તો હવે તમને એ સવાલ થશે કે એક દિવસમાં કેટલી વખત ફેસ વોશ કરવો જોઈએ?. તો આજે તમારી સ્કિન ટાઈપ પ્રમાણે અમે તમને જણાવીશું કે તમારે દિવસમાં કેટલી વખત ફેસને વોશ કરવું જોઈએ.

ડ્રાય સ્કિન
જો તમારી સ્કિન વધુ પડતી ડ્રાય છે. તો તમે મોઈસ્ચ્યુરાઈઝરથી ભરપુર હોવો જોઈએ. આ ઉપરાંત ફેસ વોશ ખરીદતા સમયે તેના ઈગ્રેડિયન્સ પર જરૂર ધ્યાન આપો. ડ્રાઈ સ્કિન વાળા લોકોના કેસમાં ફેશવોશમાં પેટ્રોલિયમ જેલી, લાનૌલિન, મિનલર ઓઈલ , કોકો બટર, ગ્લિસરીન, શિયા બટર હોવું ખુબ જ જરૂરી છે. તમારા ફેસ પર એક પણ વખત સાબુનો ઉપયોગ નહી કરતા. દિવસમાં માત્ર 1 વખત જ ફેસ વોશ કરવો જોઈએ.


ઓઈલી સ્કિન

ઓઈલી સ્કિન વાળા લોકોને હંમેશા પિંપલ્સની સમસ્યા સામાન્ય હોય છે. આ લોકોએ ફોમ બેસ્ટ ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. ઓઈલી સ્કિનવાળા લોકોએ સમય સમય પર ફેસને ઓક્સફોલિએટ કરતા રહેવું જોઈએ. આ માટે તમે સૈલિસિલિક એસિડ, ગ્લાઈકોલિક એસિડ અને લૈક્ટિક એસિડ યુક્ત ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તમે એલોવેરા જેલ, ટી ટ્રી ઓયલ અને ગ્રેપ સીડ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં ઓછામાં ઓછા 2 વખત અને વધુમાં વધુ 3 વખત ફેસ વોશ કરવું જોઈએ.

કોમ્બિનેશન સ્કિન
જો તમારી સ્કિન કોમ્બિનેશન વાળી હોય ચો તમારે આવા ફેસવોશનો ઉપયોગ કરવો જોઈએ. જેના ઉપયોગથી તમારી સ્કિન ડ્રાય કે વધુ પડતી મોઈસ્ચરાઈઝ રહે. સ્કિન વધારે ડ્રાય થવાના કારણે ફ્લેક્સ જોવા મળે છે. તેની બીજી તરફ જો ચહેરો વધુ પડતો મોઈસ્ચરાઈઝ થવાના કારણે ચહેરો ચિકણો લાગે છે. કોમ્બિનેશન સ્કિન વાળા લોકોના ચહેરા પર ટી જોન ઓરિયા પર હંમેશા ઓઈલ દેખાય છે. દિવસમાં 2થી વધારે વખત ફેસવોશ ન કરવું જોઈએ.