ભારતમાં કેટલા કલાકની નોકરી? ઓવરટાઇમને લઈને શું કહે છે કાયદો?
Working Hours: છેલ્લા કેટલાય સમયથી વર્ક પ્લેસને લઈને કલ્ચર બદલાઈ રહ્યું છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે કંપનીના ગ્રોથના નામે નિયત સમય કરતા વધુ કામ કરાવવામાં આવે છે અને ઓવરટાઇમ પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી. જોકે લોકો આ વર્ક કલ્ચરને લોકો અપનાવી પણ રહ્યા છે, જેનું કારણ નોકરીની અછત પણ હોઈ શકે છે. તાજેતરમાં જ એક યુવાન કર્મચારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર પોતાનો અનુભવ શેર કર્યો છે, જેમાં તેણે એકસ્ટ્રા કામ કરાવવાને લઈને સવાલો કર્યા છે.
પરિવારના નામે કરાવાય છે ઓવરટાઈમ
એક મહિલા કર્મચારીએ દાવો કર્યો કે તેણે કેટલાક મહિના પહેલા એક સ્ટાર્ટઅપ સાથે પોતાની નોકરી શરૂ કરી હતી. તેણે લખ્યું કે હું લગભગ 8 મહિના પહેલા આ સ્ટાર્ટઅપમાં જોડાઈ હતી અને તે મારી પ્રથમ નોકરી હતી, તેથી મને ખબર ન હતી કે હું શું કરી રહી છું, CEO મૈત્રીપૂર્ણ સ્વભાવવાળા હતા અને કહ્યું કે ‘આપણે એક પરિવાર જેવા છીએ’. તેના બદલામાં તેઓ કર્મચારીઓ પાસે ઓવરટાઈમ કરવાની અપેક્ષા રાખે છે. અહીં 9 થી 5ની શિફ્ટ જેવુ કઈજ નથી.
તેણીએ લખ્યું કે આ કંપનીમાં જોડાયા બાદ મેં 6 મહિના સુધી આ જ કલ્ચરમાં કામ કર્યું. કામ પૂરું કરવાનો કોઈ ચોક્કસ સમય નહોતો. 6 મહિના બાદ હવે મારાથી આ નથી થઈ રહ્યું, હું ઘર અને ઓફિસ બંનેને સાથે નથી સાચવી શકી રહી. જેના કારણે હું છેલ્લા 2 મહિનાથી 9 થી 5 શિફ્ટમાં ઓફિસ જઈ રહી છું. વધુમાં, તેણી લખે છે કે આ નિર્ણય પછી, ઑફિસમાં દરેકનું વલણ તેના તરફ બદલાઈ ગયું છે અને તે એકલી પડી ગઈ છે.
શું છે ભારતમાં કાયદો?
ભારતની વાત કરીએ તો અહીં ઓફિશિયલ કામ કરવા માટે 9 કલાક નક્કી કરવામાં આવ્યા છે. ફેક્ટરી એક્ટ 1948 અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (SI) અનુસાર, કામ કરવાનો સમય દરરોજ 9-9 કલાક અને દર અઠવાડિયે 48 કલાક છે. આમાં જમવા માટે એક કલાક આપવામાં આવે છે. તેમજ, જો કોઈ કર્મચારી તેના નિર્ધારિત સમય કરતા વધુ કામ કરે છે, તો તેને ઓવરટાઇમના પૈસા મળવા જોઈએ.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સને સ્પેસમાંથી પરત લાવવામાં મોડું કેમ? કલ્પના ચાવલા સાથે શું છે કનેક્શન
વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્ય સ્થિતિ સંહિતા 2020 લાગુ કરવામાં આવી છે. આ કાયદો જણાવે છે કે જો કોઈ કર્મચારી તેના નિર્ધારિત સમય કરતા વધુ કામ કરે છે તો તેને ઓવરટાઇમ કહેવામાં આવશે. શ્રમ કાયદા મુજબ, એક ક્વાર્ટરમાં ઓવરટાઇમ 50 થી વધારીને 125 કલાક કરવામાં આવ્યો છે. દરેક રાજ્યમાં કામના કલાકો અને ઓવરટાઇમ સંબંધિત અલગ-અલગ કાયદાઓ છે. ભારતમાં ઓવરટાઇમના પગારની ગણતરી સામાન્ય વેતન કરતા બમણા દરે કરવામાં આવે છે.