March 15, 2025

WPL 2025 ટાઇટલ જીતવા પર વિજેતા ટીમને કેટલા કરોડનું ઇનામ મળશે?

WPL 2025: મહિલા પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ મેચ આજે રમાવાની છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે ફાઈનલ મુકાબલો રમાવાનો છે. ફાઇનલ મેચ જીતનાર ટીમને કરોડો રૂપિયા ઈનામ મળશે. જોકે કેટલી રકમ આપવામાં આવશે તે વિશે જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: એરટેલનો 84 દિવસનો આવી ગયો સસ્તો પ્લાન, મળશે આ લાભ

ઈનામની રકમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
BCCIએ હિલા પ્રીમિયર લીગ 2025 માટે ઈનામી રકમ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ અંદાજા પ્રમાણે પાછલી સિઝન જેટલી જ આ વખતે ઈનામી રકમ હશે. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટાઇટલ જીત્યું હતું. તેને કરોડ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવી હતી. જ્યારે રનર-અપ દિલ્હી કેપિટલ્સને 3 કરોડ રૂપિયા મળ્યા હતા. મહિલા પ્રીમિયર લીગમાં ખેલાડીઓને ઓરેન્જ અને પર્પલ કેપ આપવામાં આવે છે. જેમાં સૌથી વધુ રન બનાવે છે અને તેને 5 લાખ રૂપિયાનું ઇનામ સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે અને તેની સાથે 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.