November 28, 2024

ભારતમાં વાહનોની નંબર પ્લેટમાં કેટલા રંગો હોય છે? અલગ અલગ રંગનો શું છે અર્થ આવો જાણીએ

Vehicle Number Plate: દરેક કાર પર આપણ અલગ અલગ પ્રકારના રંગની પ્લેટ જોવા મળે છે. પરંતુ આપણને એ ખબર હોતી નથી કે આ અલગ અલગ રંગીન નંબર પ્લેટનો અર્થ શું થાય છે? અને કેમ આ પ્લેટ અલગ અલગ રંગોમાં હોય છે? આવો જાણીએ. દરેક રંગની નંબર પ્લેટની ઓળખ અલગ અલગ હોય છે.

વાદળી નંબર પ્લેટ
વિદેશી રાજદ્વારીઓના પરિવહન માટે વાદળી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરાય છે. તેમના પર વિવિધ કોડ હોય છે. આ પ્લેટનો ઉપયોગ રાજદ્વારી હેતુઓ માટે થાય છે.

લાલ નંબર પ્લેટ
ભારતમાં, RTO તરફથી કાયમી નોંધણીની રાહ જોઈ રહેલા વાહનોને લાલ નંબર પ્લેટ અપાઈ છે. કામચલાઉ જે નોંધણી કરવામાં આવે છે તે માત્ર એક મહિના માટેની હોય છે. જોકે દરેક જગ્યાના પોતાના નિયમો અલગ અલગ છે. જોકે ઘણા રાજ્યોમાં એવો નિયમ છે કે લાલ નંબર પ્લેટવાળા વાહનોને રસ્તા પર ચાલવા દેતા નથી.

લીલી નંબર પ્લેટ
ભારતમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનોમાં ગ્રીન નંબર પ્લેટ લગાવવામાં આવે છે. જે ઓનલી ઈલેક્ટ્રિક કાર અને બાઈક, ઈ-રિક્ષા અને બસ આ નંબર પ્લેટ લગાવવામાં આવે છે.

સફેદ નંબર પ્લેટ
સફેદ નંબર પ્લેટ ભારતમાં સૌથી સામાન્ય નંબર પ્લેટ છે. કારણ કે તમામ ખાનગી વાહનોમાં આ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચો: બાઈકમાં આગળની બ્રેક ક્યારે મારવી જોઈએ,આટલું ખાસ ધ્યાન રાખજો

પીળી નંબર પ્લેટ
ભારતમાં વ્યાપારી હેતુઓ માટે વપરાતા વાહનો માટે પીળી પ્લેટ લગાવવામાં આવે છે. આ પ્લેટ તમને ટેક્સી, કેબ, ટ્રક અને બસમાં જોવા મળશે. આ પ્લેટ તેમને જ આપવામાં આવે છે કે જે માલિક પાસે વાહન માટે કોમર્શિયલ પરમિટ હોય.