December 27, 2024

હોસ્પિટલે મુશીર ખાનની હાલત વિશે કહી આ વાત

Musheer Khan: ઈરાની ટ્રોફી મેચ રમવા લખનઉ જઈ રહેલા મુશીર ખાનની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ હવે હોસ્પિટલ દ્વારા તેમની સ્થિતિ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. તેની હાલત હાલ સ્થિર જોવા મળી રહી છે.

એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ
ઈરાની કપ 2024 ની મેચ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. આ મેચમાં ભાગ લેવા માટે ઓલરાઉન્ડર મુશીર ખાને તેના ઘરેથી રોડ માર્ગે પ્રવાસ કરી રહ્યા હતા. આ સમયે તેમને અકસ્માત નડ્યો હતો. મુશીર ગંભીર રીતે ઘાયલ થયો હતો. હવે તે સંપૂર્ણપણે ખતરાની બહાર છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું હતું કે તેની ગરદનમાં ફ્રેક્ચર થયું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને એમસીએની મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

હાલમાં લખનૌમાં ભરતી
મુશીર ખાન તેના પિતા સાથે ફોર્ચ્યુનર કારમાં આઝમગઢથી લખનૌ જવા નિકળ્યો હતો. કારણ કે લખનૌમાં તેની ટીમ મુંબઈને ઈરાની કપની મેચ રમવાની હતી. હાલ મુશીર ખાન લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના પિતા સિવાય અન્ય લોકો પણ કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા હતા. મુશીરને ડોકના ભાગમાં ઈજા થઈ છે જેના કારણે તેને લાંબા સમય સુધી આરામ કરવો પડી શકે છે.

દુલીપ ટ્રોફીમાં કરી અજાયબીઓ
મુશીર ખાનની ઉંમર 19 વર્ષની છે પરંતુ તેનું દુલીપ ટ્રોફી 2024માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મુશીરે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા A માટે ડેબ્યુ કરતી વખતે ઈન્ડિયા B સામે 181 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ એટલી શાનદાર હતી કે તેણે સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોંડી નાંખ્યો હતો. તમને જણાવી દઈએ કે તેણે તેની ઈનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.