January 16, 2025

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત,લગ્નમાંથી પરત ફરી રહેલા 5 ડૉક્ટરના મોત

Uttarpradesh: ઉત્તર પ્રદેશના કન્નૌજ પાસે આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો. જેમાં સૈફાઈ મેડિકલ યુનિવર્સિટીના 5 ડોક્ટરોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ ડોક્ટર લખનૌથી પરત ફરી રહ્યા હતા. ત્યારે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ ઝડપી સ્કોર્પિયો ડિવાઈડર તોડીને પલટી ગઈ હતી. આ પછી પાછળથી તેજ ઝડપે આવી રહેલા ટ્રકે તેણીને ટક્કર મારી હતી અને આટલો મોટો અકસ્માત થયો હતો.

અકસ્માત એટલો ભયાનક હતો કે તમામના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ ડોક્ટર સૈફઈ મેડિકલ યુનિવર્સિટીમાંથી પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા. માહિતી મળતા જ પોલીસ સહિત યુનિવર્સિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે સવારે લગભગ 4 વાગ્યે કંટ્રોલ રૂમમાં અકસ્માતની માહિતી મળી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ભયાનક અકસ્માતની નોંધ લીધી હતી. સીએમ યોગીએ મૃતકોના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના અને દુઃખ વ્યક્ત કર્યું.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર VIDEO:  કલ્યાણમાં બિલ્ડિંગના 15માં માળે લાગી ભીષણ આગ, અનેક લોકો ફસાયા

તમામ ડોકટરો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચ ડૉક્ટરોની ઓળખ ડૉ.અનિરુદ્ધ વર્મા, ડૉ. સંતોષ કુમાર મૌર્ય, ડૉ. જયવીર સિંહ, ડૉ. અરુણ કુમાર અને ડૉ. નરદેવ તરીકે થઈ છે. બધા લખનૌમાં લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોની કાર એક્સપ્રેસ વે પર વચ્ચેનું ડિવાઈડર ઓળંગીને બીજી તરફ પહોંચી હતી અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક સાથે કાર અથડાઈ હતી.