January 19, 2025

વેટ એન્ડ ‘વોચ’, વેલેન્ટાઈનના વળતા દિવસે લોન્ચ થશે આ વોચ

અમદાવાદ: Honor તેના ભારતીય ગ્રાહકો માટે Honor Choice Watch લોન્ચ કરવાની છે. આ પહેલા કંપનીએ Honor Choice Watchના ફીચર્સ વિશે માહિતી આપી છે. HTech CEO માધવ શેઠે તેમના સત્તાવાર X હેન્ડલ પરથી Honor Choice Watch સંબંધિત એક નવી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટની સાથે માધવ સેઠે ઘડિયાળની કેટલીક ખાસિયતો વિશે માહિતી આપી હતી.

કઈ ફીચર્સ સાથે આવી રહી છે?
કંપની 1.95 ઇંચની AMOLED ડિસ્પ્લે અને એક ક્લિક બ્લૂટૂથ કૉલિંગ સાથે Honor Choice Watch લાવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે કંપની આ ઘડિયાળને 60Hz રિફ્રેશ રેટ, 410 x 502 પિક્સલ રિઝોલ્યુશન, 332 ppi પિક્સેલ ડેન્સિટી અને 21 ડાયનેમિક, 8 પ્રી-ઇન્સ્ટોલ કરેલ AOD વૉચ સપોર્ટ સાથે લાવી રહી છે. ખાસ વાત તો એ છે કે આ ઘડિયાળ પહેરીને યુઝર સ્વિમિંગ પણ કરી શકે છે. વધુમાં તમને GPS, GLONASS, Galileo, BDS અને QZSS જેવી સિસ્ટમ પણ તમને મળશે. આ સાથે તમને હેલ્થ સુવિધા પણ મળશે. જેમાં SpO2 મોનિટરિંગ ફીચર્સ જેવી હેલ્થ ટ્રેકિંગ સુવિધાઓ મળી રહેશે. બેટરીની વાત કરવામાં આવેતો 300mAh આપવામાં આવી છે જે તમે 12 દિવસ સુધી ચલાવી શકો છો. આ વોચમાં તમને બ્લૂટૂથ 5.3 કનેક્ટિવિટી સાથે મળશે.

સસ્તા ભાવે લાવો મોંઘી ગિફ્ટ
Apple Watch SE 2 ની ખરીદી પર અમેઝિંગ ડીલ્સ ઉપર તમને મળશે. યુઝર્સ એપલની આ પ્રીમિયમ સ્માર્ટવોચ માત્ર રૂપિયા 5,999માં ખરીદી શકશે. આ ડીલ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટવોચ 29,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ સ્માર્ટવોચ માત્ર 5,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ વોચની ખરીદી કરીને તમે તમારા પાર્ટનરને ખુશ કરી શકો છો. આ સિવાય OneCard ક્રેડિટ કાર્ડ પર 1,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ તમને મળશે. આ ડિસ્કાઉન્ટ બાદ એપલની આ સ્માર્ટવોચ 25,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સિવાય આ ઘડિયાળની ખરીદી પર જૂની સ્માર્ટવોચ પર 20,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ તમને  મળી રહેશે.