January 16, 2025

ચોમાસામાં ચામડીનો ચેપ લાગ્યો હોય તો આ ઘરેલું ઉપચાર કરો

Home Remedies: ચોમાસા દરમિયાન ત્વચાના ચેપમાં વધારો થતો હોય છે. તેમાં ખાસ વાત એ છે કે ત્વચામાં જે ચેપ લાગે છે તેને દૂર કરતા ઘણો સમય લાગી શકે છે. ત્વચામાં એલર્જી થવાની સંભાવનાઓ ચોમાસાની સિઝનમાં વધી જતી હોય છે. ત્વચા પર લાલ ફોલ્લીઓ, પેચો અને ખંજવાળ આવવા લાગે છે. આજે અમે તમને ઘરેલું ઉપચાર વિશે જણાવીશું જેના થકી તમને ખંજવાળને દૂર કરી શકો છો.

નારિયેળ તેલ
નારિયેળ તેલ ખંજવાળને શાંત કરવામાં મદદ કરે છે. તેમાં જોવા મળતા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ખંજવાળને શાંત કરવામાં રાહત આપે છે. તમારે દિવસમાં 2-3 વખત ત્વચા પર નાળિયેરનું તેલ લગાવવું જોઈએ.

આદુ
ઠંડી અને ગરમીને ત્વચાની સમસ્યાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સૂકું આદુ ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારી ત્વચા પર બળતરા થાય છે તેને ઓછી કરવી છે તો તમારે પણ સૂકું આદુ ખાવું જરૂરી છે. જેના કારણે લોહી શુદ્ધ થાય છે અને ફોલ્લીઓની લાલાશ પણ ઓછી થાય છે. તમે તેને દિવસમાં 3-4 વખત પી શકો છો.

આ પણ વાંચો: ખૂબ ગરમ ખોરાક ખાવાથી થશે આ નુકસાન

એલોવેરા જેલ
એલોવેરા જેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. એલોવેરા જેલમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે જે ચેપને રોકવામાં મદદ કરે છે. એલોવેરા જેલ લગાવ્યા બાદ તેને અડધા કલાક માટે છોડી દો.

ગોળ
ત્વચા માટે તમે ગોળ ખાઈ શકો છો. ગોળ ખાવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. જેના કારણે તમને ખંજવાળને રાહત મળશે.

(આ લેખ સામાન્ય માહિતી માટે આપવામાં આવ્યો છે કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો)