January 2, 2025

ડાર્ક સર્કલને કહો ગુડબાય, કરો આ ઉપાય

Home Remedies Dark Circles: ચહેરો ભલે સુંદર હોય પરંતુ જો ડાર્ક સર્કલ હોય તો ચહેરાની ચમક ઓછી લાગે છે. આંખોની નીચે ડાર્ક સર્કલને દૂર કરવા માટે અમે તમારા માટે ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેને તમે અજમાવીને ડાર્ક સર્કલને દૂર કરી શકો છો.

બદામનું તેલ અસરકારક સાબિત થશે
વિટામિન ઇથી ભરપૂર બદામનું તેલ ડાર્ક સર્કલ દૂર કરવામાં મદદ કરે છે. જો તમારે વધુ સારા પરિણામો મેળવવા છે તો તમારે રાત્રે સૂતા પહેલા, તમારી આંખોની નીચે જ્યાં ડાર્ક સર્કલ છે તે વિસ્તારમાં બદામના તેલનું માલિશ કરવાનું રહેશે. જો તમે અઠવાડિયા સુધી રોજ આવું કરો છો તમારે રોજ બદામનું તેલ લગાવવાનું રહેશે. સર્કલની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

કાચા બટાકા મદદરૂપ સાબિત થશે
જો તમે ઈચ્છો તો કાચા બટાકાનો ઉપયોગ પણ ડાર્ક સર્કલથી દૂર કરવા માટે કરી શકો છો. ડાર્ક સર્કલને તમે ગુડબાય કહેવા માંગો છો તો તમારે પહેલા બટેટાનો રસ કાઢવો પડશે અને ત્યારબાદ તમારે રસમાં લીંબુના થોડા ટીપા મિક્સ કરવાના રહેશે. આ મિશ્રણને કોટન બોલની મદદથી આંખોની નીચે લગાવી દો. ડાર્ક સર્કલને ઘણી હદ સુધી તમે દૂર કરી શકો છો.

કાકડીનો ઉપયોગ કરો
કાકડીમાં રહેલા તમામ તત્વો ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક છે. એક કાકડીને ઠંડી કરવા માટે તમારા ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ તમે તેને સ્લાઈસમાં કાપીને રાખી દો. જો તમે ઝડપથી પરિણામ મેળવવા માંગો છો તો તમારે 15 મિનિટ માટે કાકડીના ટુકડાને ડાર્ક સર્કલવાળી જગ્યા પર રાખવાના રહેશે. થોડા દિવસોમાં તમે આપોઆપ હકારાત્મક અસરો જોવા મળશે.