December 23, 2024

કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ ઘરગથ્થુ ઉપચારો કરો

Home Remedies Constipation: બેઠાડું જીવન થતા આજના સમયમાં મોટા ભાગના લોકોને કબજિયાતની સમસ્યા થતી હોય છે. કબજિયાતની સમસ્યા ખૂબ ખરાબ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે કબજના કારણે આપણા શરીરમાં ઘણી બધી બિમારીઓ આવી પહોંચે છે. જેના કારણે જેમ બને તેમ આ કબજને તમારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. જેના કારણે તમારા શરીરમાં કોઈ બીજી બિમારી પ્રવેશ નહીં કરે. આવો આપણે જાણીએ કે કબજિયાત થવાના કારણો શું છે અને કબજિયાત થયા બાદ શુ ઉપાય કરવાના.

કબજિયાત થવાના કારણો

  • પેઇનકિલર્સનો વધુ પડતો ઉપયોગ
  • બહુ ઓછું પાણી પીવું
  • ચા, કોફી, તમાકુ અથવા સિગારેટનું વધુ પડતું સેવન કરવું
  • આહારમાં ફાઇબરયુક્ત ખોરાકનો અભાવ
  • લોટના ઉત્પાદનોનો વધુ પડતો વપરાશ
  • મોડી રાત સુધી જાગવાની ટેવ
  • હોર્મોનલ અસંતુલન અથવા થાઇરોઇડ સમસ્યા

કિસમિસ
સવારે તમારે લગભગ 8-10 ગ્રામ કિસમિસને પલાળીને સવારે તેનું પાણી પીવાનું રહેશે. તમે પાણી પણ પી શકો છો અથવા તમે દૂધમાં ઉકાળીને પણ તમે પી શકો છો.

જીરું
જીરુંને તમારે શેકવાનું રહેશે. તેમાં તમારે કાળું મીઠું ઉમેરવાનું રહેશે. તેને રાખીને તમારે હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પી લેવાનું રહેશે.

આ પણ વાંચો: દિવાળીની રજામાં ફરવાનું પ્લાનિંગ હોય તો અમદાવાદથી ફ્લાઈટ ટિકિટ પડશે સસ્તી

પાલક ખાઓ
કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમે પાલક ખાઈ શકો છો. જો તમે દવા લેવા માંગતા નથી તો તમારે તમારી આદતોને બદલી દેવી પડશે. તમારા માટે પાલક પણ એક ઓપ્શન છે. તમે તમારા આહારમાં પાલકને લઈ શકો છો. તેમાં એવા એવા તત્વો હોય છે જે તમારી કબજને દૂર કરવામાં મદદ કરી શકે છે.