December 29, 2024

CAA પર અમિત શાહનું નિવેદન, ‘PM મોદીએ કહ્યું તે પથ્થરની લકીર

દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે ‘દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે. આવો જાણીએ CAAઅમિત શાહે કહેલી તમામ વાત.

સમાધાન નહીં કરીએ
આજે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં CAAને લઈને વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે CAA મોદી સરકાર લાવી છે અને તેને પાછું લેવું અશક્ય છે. આ સાથે જ અમિત શાહે CAA પર વિપક્ષી નેતાઓ જે રાજનીતિ રમી રહ્યા છે તેના પર પ્રહાર કર્યો હતો.આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના CAA નોટિફિકેશન પરના નિવેદન પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા. અમિત શાહે એમ પણ કહ્યું કે એ દિવસ પણ દુર નથી કે બંગાળમાં ભાજપની સરકાર હોય. જો તમે દેશની સુરક્ષાને લઈને રાજનીતિ રમશો તો તમે જ ણે ઘૂસણખોરીને પ્રોત્સાહન આપશો એવું કહી શકાય. આ સાથે જ અમિત શાહે એમ પણ કહ્યું કે મતા બેનર્જી શરણાર્થી અને ઘૂસણખોરી વચ્ચેનો તફાવત સમજી શકતા નથી.

ગુસ્સો ગુમાવી ચૂક્યા છે
અમિત શાહે અરવિંદ કેજરીવાલને લઈને પણ આરોપો કર્યા હતા જેમાં તેમણે કહ્યું કે જ્યારથી તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે ત્યારથી દિલ્હીના મુખ્યમંત્રી પોતાનો ગુસ્સો ગુમાવી ચૂક્યા છે. જો તેઓને એટલી જ ચિંતા છે તો તેઓ ક્યારે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ કરતાં નથી. અમિત શાહે વધુમાં કહ્યું એ કહ્યું કે એ દિવસ દુર નથી કે જયારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે.