December 23, 2024

રાહુલ બાબા ખટાખટ-ફટાફટ વચનો આપીને વિદેશ જાય છે, જે પૂરા થતા નથી: અમિત શાહ

Amit Shah in Madhupur: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ઝારખંડના માધુપુરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. જ્યાં તેમણે રાજ્યની ઝારખંડ મુક્તિ મોરચા સરકાર અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમના ભાષણમાં તેમણે ફરી એકવાર આ પક્ષો પર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવા અને તેમને બચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે એકવાર ભાજપ સરકાર બનાવશો, તો એક-એકને ઘૂસણખોરોને શોધી કાઢશે. શાહે એમ પણ કહ્યું કે જ્યાં સુધી વિધાનસભામાં ભાજપનો એક પણ ધારાસભ્ય અને સંસદમાં એક પણ ભાજપનો સાંસદ છે ત્યાં સુધી મુસ્લિમોને અનામત નહીં મળી શકે. આ અમારું વચન છે.

ગૃહમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી વચનો આપીને વિદેશ ભાગી જાય છે, જ્યારે ભાજપ જ તેની ગેરંટી પૂરી કરે છે. તેમણે કહ્યું, ‘તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના લોકોને કહ્યું કે, એવા વચનો આપે જે તેઓ પૂરા કરી શકે. એવું કેમ કહેવું પડ્યું, કારણ કે કર્ણાટકમાં વચનો આપ્યા, તેલંગાણામાં વચનો પૂરા ન થયા, હિમાચલમાં વચનો આપ્યા, પણ પૂરા ન થયા. આ રાહુલ બાબા વચનો આપીને જાય છે, ખટાખટ-ફટાફટ…ખટાખટ-ફટાફટ…, પછી પાછા નથી આવતા, વિદેશ જાય છે. પરંતુ તમે જાણો છો કે મોદીજીનું વચન પથ્થર પર દોરેલી લકીર છે.