ગૃહમંત્રી અમિત શાહે NEETના વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત

Medical Collage Seat: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NEETના વિદ્યાર્થીઓ માટે એક મોટી જાહેરાત કરી છે. જાહેરાત કરતાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આરોગ્ય સંભાળ સુવિધાઓમાં સુધારો કરવા માટે આગામી 10 વર્ષમાં સમગ્ર દેશમાં 75,000 મેડિકલ સીટો ઉમેરવાનું આયોજન કરી રહી છે. તેમણે આ જાહેરાત ‘હીરામણી આરોગ્યધામ’નું ઉદ્ઘાટન કર્યા બાદ એક સભાને સંબોધતા કરી હતી.
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત
માણસામાં થશે મેડિકલ કોલેજનું નિર્માણઃ શાહ#gandhinagar #Mansa #Hospital #MedicalCollage @AmitShah @irushikeshpatel #Gujarat #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/F0FRnu4z77— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 4, 2024
હેલ્થ કેર સેક્ટર પર ધ્યાન આપ્યું
સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલ્થ કેર ક્ષેત્રે સર્વગ્રાહી અભિગમ અપનાવ્યો છે. ગૃહમંત્રીએ કહ્યું, “વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ઘણી બીમારીઓને દૂર કરવાનો હતો. ત્યારબાદ તેમણે લોકોને અન્ય અનેક રોગોથી બચાવવા માટે પીવાનું શુદ્ધ પાણી આપવા અને દરેક ઘરમાં શૌચાલય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પીએમ મોદીએ યોગને લોકપ્રિય બનાવ્યો અને પછી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી.
10 વર્ષમાં આટલી સીટોની સંખ્યામાં વધારવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આયુષ્માન ભારત યોજનાના વધુ સારા અમલીકરણ માટે, મોદીએ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરવા અને દેશભરમાં નવી મેડિકલ કોલેજો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શાહે કહ્યું, “દરેક મેડિકલ કોલેજમાં તમામ 14 વિભાગો સાથેની એક હોસ્પિટલ છે. હવે, અમે આગામી 10 વર્ષમાં 75,000 વધારાની મેડિકલ સીટો ઉમેરવાનું લક્ષ્ય રાખ્યું છે.”
ગાંધીનગરઃ ગૃહમંત્રી અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર
દિલ્હી ડ્રગ્સ કેસ મુદ્દે કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ#gandhinagar #Mansa @AmitShah #Congress #drugs #BJP #Gujarat #GujaratiNews #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/Pg8Udgt0vf— NewsCapital Gujarat (@NewsCapitalGJ) October 4, 2024
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સસ્તી જેનરિક દવાઓનું વેચાણ કરતી સરકારી ફાર્મસી સ્ટોર્સનું નેટવર્ક બનાવવું એ પણ કેન્દ્રના કાર્યનો એક ભાગ છે. તેમણે કહ્યું કે મોદી સરકારે 140 કરોડ નાગરિકોના લાભ માટે 37 વિવિધ યોજનાઓ શરૂ કરી છે અને તેનો અમલ કર્યો છે. નોંધનીય છે કે, અમિત શાહ આ દિવસોમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે છે.