January 16, 2025

શાકભાજીમાંથી પણ બની શકે છે ઘરે હોળીના રંગો

Holi Special: હોળીને રંગોના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. આથી આ તહેવાર રંગ વગર તો અધુરા છે. બજારમાં મળતા રંગો કેમિકલથી ભરપૂર અને સ્કિનને ખુબ જ નુકસાન કરે છે. આ રંગોથી તમને ચામડી પર લાલશ પડી જવી, ખંજવાણ આવવી, સોજો આવો અથવા ડ્રાઈ થઈ જાય છે. હોળીમાં કેમિકલ વાળા રંગના કારણે સ્કિનની સાથે વાળને પણ ઘણુ નુકસાન થાય છે. આ નુકસાનથી બચવા માટે તમે ઘરે જ રંગ તૈયાર કરી શકો છો. તમે ઘરે જ ફુલ અને શાકભાજીઓમાંથી નેચરલ રંગ બનાવી શકે છે. જેનાથી તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહી થાય.

ગુલાબના ફુલમાંથી રંગ
ગુલાબના ફુલને સુકાવીને તેની પાંખડીઓમાંથી તમે નેચરલ રંગ બનાવી શકો છો. આ માટે તમે સુકેલી પાંદડીઓને પીસીને તેમાં ચંદન સુકો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો. બસ તૈયાર છે તમારો ગુલાબી રંગ

હળદરથી પીળો રંગ
હળદર સ્કિન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તો આ હોળી તમે પીળા રંગ માટે હળદરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે હળદરને બેસનમાં મિક્સ કરીને પાઉડર સ્વરૂપ આપો. બસ તૈયાર છે હોળીનો પીળો રંગ

પાલકથી લીલો રંગ
હોળીમાં લીલો રંગ બનાવવા માટે તમે પાલક અને ધાણાનો ઉપયોગ કરી શકો છો. આ બંન્ને શાકને સુકવીને તેને પીસી નાખો. તમે ઈચ્છો તો પાલક- ધાણાની સાથે તમે લિમડાનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: હોળી રમવા જતા પહેલા સ્કિન પર લગાવો આ વસ્તુઓ…

નારંગીથી કેસરી રંગ
ઘરમાં નારંગીથી તમે સરળતાથી કેસરી રંગ બનાવી શકો છો. સુકા ગલગોટાના ફુલ અને નારંગીની છાલને એકદમ પાઉડર બનાવી નાખો. આ પાઉડરને તમે કેસરી રંગ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.

બીટથી લાલ રંગ
મોટા ભાગના લોકોને લાલ રંગ ખુબ જ પસંદ છે. આ રંગને પણ તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. બીટને સુકવીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમે લાલ રંગ તરીકે ઉપયોગમાં લઈ શકો છો.