January 8, 2025

અમદાવાદમાં તંત્ર એલર્ટ મોડમાં… સિવિલમાં બનાવાયો HMPVનો વોર્ડ

Ahmedabad: ચીનના HMP વાયરસે દુનિયાભરમાં પગપેસારો કરી દીધો છે. જેને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ગઈકાલે અમદાવાદમાં એક HMPVનો કેસ સામે આવતા ગુજરાત સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ સજ્જ છે. ત્યારે હવે શહેરમાં HMPVનો કેસ આવતા સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં HMPVનો વોર્ડ બનાવાયો છે.

મળતી માહિતી અનુસાર HMPVનો કેસ આવતા ગુજરાત સરકાર દ્વારા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમદાવાદ સિવિલમાં HMPVનો વોર્ડ બનાવાયો છે. આ આઇસોલેશન વોર્ડમાં માત્ર HMPVના દર્દીઓ રહેશે. વોર્ડમાં અત્યારે 15 બેડ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 2 મહિનાના બાળકનો HMPV પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામી હતી. જે બાદ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: HMPVના પગ પેસારા વચ્ચે વડોદરામાં તંત્રની બેદરકારી, કોરાના દર્દીઓ માટે ખરીદેલા રોબોટ ગાયબ