January 20, 2025

અમદાવાદમાં વધુ એક HMPV કેસ નોંધાયો, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી

HMPV: અમદાવાદમાં વધુ એક HMPV કેસ નોંધાયો છે. મૂળ મહેસાણાના વિજાપુરના 69 વૃદ્ધાને કેસ આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેમને અમદાવાદના થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Jioના કરોડો યુઝર્સને મોટો ઝટકો, આ પ્લાનમાં કર્યો 100 રૂપિયાનો વધારો

હાલમાં દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી
HMPVના કેસ ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ફરી એક કેસ સામે આવ્યો છે. 18 જાન્યુઆરીના રોજ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ AMC દ્વારા આરોગ્યને લઈને આંકડા સામે આવ્યા છે. છેલ્લા મહિને અમદાવાદમાં HMPVના પાંચ કેસ સામે આવ્યા છે. બે દર્દી બહારના શહેરના અને ત્રણ અમદાવાદના હતા. હાલમાં AMCના કુલ 86 અર્બન હેલ્થ સેન્ટર દ્વારા સેવા આપવામાં આવી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર દ્વારા અંદાજિત 5000 જેટલી ઓપીડી કરવામાં આવી રહી છે.