December 19, 2024

PBKS vs CSK: શું IPLમાં 17 વર્ષનો ઈતિહાસ બદલાશે?

IPL 2024: આજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ છે. પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2024ની બીજી ટક્કર ધરમશાલાના HPCA સ્ટેડિયમમાં થશે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સનો વિજય થયો હતો.

ચેન્નાઈની ખરી કસોટી
IPLની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પંજાબ કિંગ્સ કરતાં આગળ જોવા મળી રહી છે. આ બંને ટીમ આ વખતની સિઝનમાં આજે બીજી વાર ટક્કર કરશે. આ પહેલા મેચ રમાણી તેમાં પંજાબે ચેન્નાઈની જીત થઈ હતી. CSK સામેની છેલ્લી 5 મેચમાં પંજાબ કિંગ્સનો આ 5મો વિજય હતો. જો આજથી મેચ પંજાબ જીતશે તો આવું કરનારી પ્રથમ ટીમ બનશે કે જ્યારે CSKને સતત 6 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

IPLમાં CSK સામે સૌથી વધુ સતત જીત
5 જીત – મુંબઈ ઈન્ડિયન્સ (2018-19), 5 જીત – પંજાબ કિંગ્સ (2021-24), 4 જીત – દિલ્હી કેપિટલ્સ (2020/21), 4 જીત- રાજસ્થાન રોયલ્સ (2021/23) છે. CSK-PBKS વચ્ચેની છેલ્લી 5 મેચોના પરિણામોની વાત કરવામાં આવે તો વર્ષ 2024- પંજાબ કિંગ્સ 7 વિકેટે જીત્યું, વર્ષ 2023- પંજાબ કિંગ્સ 4 વિકેટે જીત્યું, વર્ષ 2022- પંજાબ કિંગ્સ 11 રને જીત્યું, વર્ષ 2022- પંજાબ કિંગ્સ 54 રને જીત્યું, વર્ષ 2021- પંજાબ કિંગ્સ 6 રને જીત્યું.

આ પણ વાંચો: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી

ચેન્નાઈ સુપર કિંગ્સ: મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિશેલ,શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, રિચર્ડ ગ્લીસન, મેથિસા પાથિરાના.

પંજાબ કિંગ્સ: રિલે રોસોઉ, શશાંક સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), આશુતોષ શર્મા, જોની બેરસ્ટો, સેમ કુરન (કેપ્ટન), હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.