ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાનના રસ્તાઓ પર જોવા મળી ભીડ, વીડિયો થયો વાયરલ

T20 World Cup: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ખાસ વાત તો એ છે કે બાંગ્લાદેશને હરાવીને આ ટીમે પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપના અંતિમ-4માં જગ્યા બનાવી છે. મહત્વની વાત તો એ છે કે અફઘાનિસ્તાનની ટીમ આ કારનામું કરશે તે કોઈને પણ અપેક્ષા ના હતી. અફઘાનિસ્તાનની ટીમ જીત થતાની સાથે રસ્તાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ ભારે જોરશોરથી ઉજવણી કરી હતી.
સેમીફાઈનલમાં જગ્યા બનાવી
અફઘાનિસ્તાને ક્રિકેટ જગતમાં એવું કરી બતાવ્યું કે જેમની કોઈને આશા ના હતી. આ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. રાશિદ ખાનની કપ્તાનીવાળી ટીમે સુપર-8માં ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી. એ પછી બાંગ્લાદેશને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ વખતે પહેલી વાર એવું બન્યું કે અફઘાનિસ્તાન કોઈ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું છે.
ننګرهاریان د افغانستان کرېکټ بریا لمانځي 🇦🇫😍 pic.twitter.com/T6ArpFAVPO
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) June 25, 2024
આ પણ વાંચો: Team India સીધી ફાઇનલમાં પ્રવેશી શકે છે, ICCના આ નિયમમાં ફેરફાર
લોકો રસ્તા પર ઉતરી આવ્યા
ઐતિહાસિક જીત બાદ અફઘાનિસ્તાનની ટીમના ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા. અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાનમાં નાચતા જોવા મળ્યા હતા. આ જીતની ઉજવણી માત્ર મેદાન પર જ નહીં અફઘાનિસ્તાનની સડકો પર જોવા મળી હતી. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો પોતાની ટીમને અફઘાન ધ્વજ સાથે ચીયર કરતા જોવા મળ્યા હતા. જેના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.