December 19, 2024

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ઐતિહાસિક હિન્દુ મંદિર તોડી દેવાયું

મુખ્ય લૈંડી કોટાલ બજારમાં એક ઐતિહાસિક મંદિર હતું.

પેશાવર: ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમાની પાસે એક ઐતિહાસિક હિન્દુ મંદિરને તોડવામાં આવ્યું છે અને તે સ્થાન પર એક કોમર્શિયલ પરિસરનું નિર્માણ શરૂ થઇ ગયું છે. જે 1947થી બંધ હતુ જ્યારે તેના મૂળનિવાસી ભારત આવી ગયા હતા. ‘ખૈબર મંદિર’ ખૈબર જિલ્લાના સીમાવર્તી શહેર લૈંડી કોટાલ બજારમાં સ્થિત હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે ધીરે-ધીરે લુપ્ત થઇ રહ્યું હતું. આ સ્થાન પર નિર્માણ લગભગ 10-15 દિવસ પહેલા શરૂ થયુ હતું. વિભિન્ન સરકારી વિભાગોના અધિકારીઓએ હિન્દુ મંદિરોના અસ્તિત્વ વિશે ઇન્કાર કરી દીધો અથવા દાવો કરવામાં આવ્યો કે નિર્માણ નિયમો અનુસાર થઇ રહ્યું છે.

લૈંડી કોટાલ નિવાસી પ્રમુખ કબાયલી પત્રકાર ઈબ્રાહિમ શિનવારીએ દાવો કર્યો છે કે, મુખ્ય લૈંડી કોટાલ બજારમાં એક ઐતિહાસિક મંદિર હતું. તેમણે કહ્યું,‘મંદિર લૈંડી કોટાલ બજારના કેન્દ્રમાં સ્થિત હતું, જેમા 1947માં સ્થાનિક હિન્દુ પરિવારોના ભારત આવી ગયા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 1992માં ભારતમાં અયોધ્યા બાબરી મસ્જિદના વિધ્વંસ બાદ કેટલાક મૌલવીઓ અને મદરેસાઓએ તેને આંશિક રીતે તોડી પાડ્યુ હતું.’ ઈબ્રાહિમે પોતાના બાળપણને યાદ કરતા કહ્યું કે, તેમણે પોતાના પૂર્વજો પાસેથી આ મંદિર વિશે અનેક વાર્તાઓ સાંભળી છે.

આ પણ વાંચો: સેમ્પલ ટેસ્ટમાં ફેલ થયું પતંજલિનું મધ, 1 લાખ રૂપિયાનો દંડ

મંદિર ત્યાં જ હતું
તેમણે કહ્યું,‘તે વાતમાં કોઇ સંદેહ નથી કે લૈંડી કોટાલમાં ખૈબર મંદિર’ નામનું એક ધર્મસ્થળ હતું.’ પાકિસ્તાન હિન્દુ મંદિર પ્રબંધન સમિતિના હારૂન સરબદિયાલે જોર આપીને કહ્યું કે, ગૈર-મુસ્લિમો માટે ધાર્મિક મહત્ત્વની ઐતિહાસિક ઈમારતોની સુરક્ષા અને પુનર્વાસ સુનિશ્ચિકત કરવી જિલ્લા પ્રશાસન અને સંબંધિત સરકારી વિભાગોની જવાબદારી છે. તેમણે કહ્યુ,‘પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ, પોલીસ, સાંસ્કૃતિક વિભાગ અને સ્થાનિય સરકાર પૂજા સ્થળો સહિત આવા સ્થળોની સુરક્ષા માટે 2016 ના પુરાવશેષ કાયદાથી બંધાયેલા છે.’

ત્યાં જ ડોન અખબારે લેન્ડી કોટાલના આસિસ્ટન્ટ કમિશનર મુહમ્મદ ઇર્શાદને ટાંકીને જણાવ્યું હતું કે ખૈબર આદિવાસી જિલ્લાના સત્તાવાર જમીન રેકોર્ડમાં મંદિરનો કોઈ ઉલ્લેખ નથી. તેમણે મંદિર તોડી પાડવા અંગે અજ્ઞાન વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું, ‘લેંડી કોટાલ માર્કેટની આખી જમીન રાજ્યની હતી.’ લેન્ડી કોટાલના પટવારી જમાલ આફ્રિદીએ દાવો કર્યો કે તે મંદિરના સ્થળે બાંધકામની પ્રવૃત્તિથી વાકેફ નથી. સરબદિયાલે સૂચવ્યું હતું કે જે સ્થાનો કાં તો લઘુમતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નથી અથવા જર્જરિત છે તેનો ઉપયોગ તોડી પાડવાને બદલે સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓ માટે કરી શકાય છે.