November 5, 2024

ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત સાથે રાષ્ટ્રવીરો અને રાષ્ટ્રદ્રોહીઓની ઝાંખી કરાવતી હિન્દુ સેના

જામનગર: જામનગરમાં હિનદુ સેના આયોજિત ગણપતિ ઉત્સવમાં અખંડ ભારત જેમાં અફઘાનિસ્તાન 1876, નેપાલ 1904, ભુતાન 1906, તિબટ 1914, બાંગ્લાદેશ મ્યાનમાર 1937, પાકિસ્તાન 1947 શહીત ભારતના વધુ ટુકડાઓ થયા હતા. જેને એક કરવા અખંડ ભારતના સંકલ્પ લીધા હતા અને આ દેશને ખોખલો કરવામાં અને સનાતન હિન્દુ રાષ્ટ્ર માટે બલિદાન આપનારા રાષ્ટ્રવીરોને તેમજ સનાતન હિંદુરાષ્ટ્રના વિરોધી રાષ્ટ્રદ્રોહીની ઝાંખી કરી સમાજમાં સનાતન ધર્મની રક્ષણ માટે બલિદાન આપનારા વીર સપૂતો ને નમન કરી અને રાષ્ટ્ર દ્રોહિને જાહેરમા લાવી સમાજની આંખ ખોલવાનો પ્રયત્ન હિન્દુ સેના એ કર્યો હતો તથા અન્નકૂટ અને મહા આરતીથી ભક્તગણો શ્રી ગણપતિ મય બની ગયા હતા.

આ મહા આરતી પૂજારી ચિરાગ ભટ્ટ દ્વારા કરાવી હતી. જેમાં ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતીક ભટ્ટની ખાસ ઉપસ્થિતિમાં વિશાલ કોમ્પ્લેક્સ એસો. ના હોદ્દેદાર દીપકભાઈ મહેતા, મયુરભાઈ કોટક વગેરે હાજર રહ્યા તથા મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઈ મહાદેવ સહીત તેમની ટીમ, બરધન ચોક વેપારી એસો. ના મનીષભાઈ, વિજયભાઈ સહિતની ટીમ, તથા જામનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ ખીમશુરિયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ, પ્રકાશભાઈ, પ્રમુખ વિમલભાઈ, કોર્પોરેટર કેતન નાખવા સહિત ભાજપ શહેરની ટીમ અને જેમના તરફથી અન્નકોટ હતો તે અંબિકા ડેરીના માલિક નારુભાઈ વધવા ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ સેના વિભાગ અધ્યક્ષ અશોક સોલંકી, હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, મંત્રી મયુર ચંદન, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, ઉપપ્રમુખ ધીરેન નંદા, પૂર્ણકાલીન કિશન નંદા, મંથન અઘેરા, નિલેશ વડગામા, હેપી પ્રજાપતિ, કરણ દવે, ભાવેશ ઠુંમર, શશીકાંતભાઈ સોની, જીતુભાઈ ગાલા, ગણેશ, કાનો, ઓમ ભાનુશાળી, જીલ બારૈયા સહિત અનેક સૈનિકોએ તેમજ મીડિયા સેલના સચિન જોશી અને મેહુલ મહેતા દ્વારા ખાસ વ્યવસ્થા સંભાળી હતી.