December 27, 2024

બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિને લઈને ડભોઇ સેવા સદનમાં હિંદુ સંગઠનોની રજૂઆત

દિપક જોષી, ડભોઇ: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ હિંદુ મઠો અને મંદિરોમાં આગચંપીની ઘટનાઓને લઈને સમગ્ર ભારતમાં હાલ હિંદુઓને ન્યાય મળે તે માટે હિંદુ સંગઠન, દર્ભાવતી સંઘર્ષ સમિતિ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બાંગ્લાદેશમાં છેલ્લા પખવાડીયાથી હિંસક આંદોલન ચાલી રહયા છે. અનામતના વિરોધમાં શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન હિંસક બની ગયું. સરકાર પડી ભાંગી અને હવે વચગાળાની સરકાર બની છતાં હિંસાની આગ શાંત નથી થઈ રહી. ત્યા અરજકતા ફેલાયેલી છે આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં વસતા હિંદુઓ પર અત્યાચાર થઇ રહ્યા છે અને હત્યાઓ કરવામાં આવી રહી છે. ત્યાના ઇસ્કોન મંદિરને તોફાની તત્વોએ આગચંપી કરી મૂર્તિઓ ખંડીત કરી છે અને હિંદુઓની મિલ્કત લુંટી આગ ચાંપવાના બનાવો બની રહયા છે. જેને લઇને હિંદુ સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.

ત્યારે, આજે દર્ભાવતી સંધર્ષ સમિતિ, જુદા જદૂય હિંદુ સંગઠન, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ડભોઈ નાયબ કલેકટરને આવેદન પત્ર આપી બાંગ્લાદેશની સરકાર પર વૈશ્વિક દબાણ કરી હિંદુઓને રક્ષણ આપે અને કેટલાક હિંદુઓ સીમા પર છે જેઓ ભારતમાં આશ્રય માંગતા હોય સરકારે એમને આશ્રય આપવો જોઇએ સહિતના મુદ્દાઓને લઈને ડભોઇ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હિંદુઓને ન્યાય મળી રહે તે માટે રજુઆત કરી તાત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માંગ કરી છે.