પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ મંત્રી પર હુમલો, પીએમ શાહબાઝ શરીફે આપ્યું આ નિવેદન

Pakistan Sindh: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ હુમલો એક હિન્દુ રાજ્યમંત્રી પર વિરોધીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જેઓ નવા નહેર પ્રોજેક્ટ સામે રેલી કાઢી રહ્યા હતા. રાજ્યમંત્રી ખૈલ દાસ કોહિસ્તાની થટ્ટા જિલ્લામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક ટામેટાં અને બટાકા ફેંકવાનું શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: ખુરશી માટે નિતિશ કુમાર અમારા ખોળામાં આવી છે તો ક્યારેક બીજાના ખોડામાં જઈને બેસે: મલ્લિકાર્જુન ખડગે
લોકોને કડક સજા આપવામાં આવશે
પાકિસ્તાની અધિકારીઓને માહિતી આપી હતી કે કોહિસ્તાનીને આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફે કોહિસ્તાનીને ફોન કર્યો હતો અને ઘટનાની સંપૂર્ણ તપાસની ખાતરી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “જનપ્રતિનિધિઓ પર હુમલો અસ્વીકાર્ય છે. આ ઘટનામાં સામેલ લોકોને કડક સજા આપવામાં આવશે. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહે પણ આ કૃત્યની કડક નિંદા કરી છે.