November 10, 2024

હિંડનબર્ગ મામલે ખડગેના કેન્દ્ર સરકાર પર પ્રહાર, ‘મોદી તેમના A1 મિત્રને મદદ કરતાં રહેશે’

Hindenburg Report: હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ ફરી એકવાર રાજકીય ગરમીનો પારો વધી ગયો છે. પક્ષ-વિપક્ષ ફરી એકવાર આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ SEBIના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે આ મામલે તપાસ કરવાની વાત કરી છે.

ખડગેએ કેન્દ્ર પર સાધ્યું નિશાન
હિંડનબર્ગના નવા રિપોર્ટ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ખડગેએ કહ્યું કે, ‘SEBI એ સુપ્રીમ કોર્ટ સમક્ષ મોદીજીના નજીકના મિત્ર અદાણીને હિંડનબર્ગના જાન્યુઆરી 2023ના ઘટસ્ફોટમાં ક્લીનચીટ આપી હતી. આજે એ જ સેબીના વડાના કહેવાતા નાણાકીય સંબંધોનો પર્દાફાશ થયો છે. મધ્યમ વર્ગના નાના અને મધ્યમ રોકાણકારો, જેઓ તેમની મહેનતના પૈસા શેરબજારમાં રોકાણ કરે છે, તેમને સુરક્ષિત રાખવાની જરૂર છે કારણ કે તેઓ SEBI પર વિશ્વાસ રાખે છે. જ્યાં સુધી આ મેગા-કૌભાંડની JPC તપાસ નહીં થાય ત્યાં સુધી મોદીજી તેમના A1 મિત્રને મદદ કરતા રહેશે અને દેશની બંધારણીય સંસ્થાઓના ટુકડા થતા રહેશે.