June 28, 2024

Hero Bike Price Hike: 1 જુલાઈથી હીરોના બાઇક-સ્કૂટર થશે મોંઘા

Hero bike price hike: હીરો મોટોકોર્પના શેર સોમવારે 0.68 ટકા અથવા રૂપિયા 37.15ના વધારા સાથે રૂપિયા 5,489.05 પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે 1 જુલાઈથી હીરોના બાઇક-સ્કૂટર મોંઘા થવાના છે. જી હા Hero MotoCorp તેના પસંદગીના મોડલની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે.

કંપનીએ કરી જાહેરાત
દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક એટલે Hero MotoCorp.તે તેના તેના પસંદગીના મોડલની કિંમતોમાં વધારો કરશે. કંપનીએ આજના દિવસે જાહેરાત કરીને કહ્યું છે કે Hero MotoCorp 1 જુલાઈ, 2024 થી તેના પસંદગીના સ્કૂટર્સ અને મોટરસાઈકલ મોડલ્સની કિંમતોમાં રુપિયા 1500નો વધારો કરશે. આ સાથે કંપનીએ કહ્યું કે મોડલ અને બજારના આધારે ભાવમાં વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો: Marutiની Hybrid એન્જિન CNG કાર, ફીચર્સ જોઈને આજે જ બુકિંગ કરાવી દેશો

ટ્રેડ થતો જોવા મળ્યો
હીરો મોટોકોર્પ સ્પ્લેન્ડર શ્રેણી, એચએફ ડીલક્સ અને ગ્લેમર સહિત સંખ્યાબંધ બાઇક્સનું વેચાણ કરે છે. Splendor+, Splendor + Xtec, Splendor+ Xtec2.0, HF Deluxe, HF100, Glamour, Passionનો સમાવેશ થાય છે Xpulse 200 4V અને Xpulse 200T 4V જેવી બાઇક્સ છે. તમને જણાવી દઈએ આજના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર 0.68 ટકા અથવા રૂપિયા 37.15ના વધારા સાથે રૂપિયા 5,489.05 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.