બદલાતી ઋતુની ઝપેટમાં તમે પણ આવ્યા છો? કરી લો આ ઉપાય
Health Tips: હવે ધીરે ધીરે શિયાળો પુરો થઈ રહ્યો છે અને ગુલાબી ગરમીની શરૂઆત થઈ રહી છે. આ બદલતી ઋતુમાં શરદી-ઉધરશ થવા સામાન્ય વાત છે. તેમાં પણ ગળનો દુખાવો થવાથી લોકોને તાવ પણ આવી જતા હોય છે. એવામાં દેવાઓ લેવા કરતા તમે ઘરના કેટલાક નાના મોટા નુસ્કાઓથી તેની સારવાર કરી શકો છો. જો તમને પણ ગળાનો દુખાવો અને ઉધરસ થઈ ગયા હોય તો આ લેખ જરૂર વાંચજો
મધ અને આદુનો નુસ્ખો
ગળામાં ખરાશ, ઉધરસ અને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો તેમાં મધ અને આદુ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે એ બંન્ને વસ્તુમાં એન્ટી-બૈક્ટીરિયલ ગુણો હોય છે. જે બેક્ટેરિયા ઈન્ફેક્શનથી બચાવે છે. આ ઉપરાંત તેનાથી ગળામાં દુખાવો અને સોજામાં રાહત મળે છે. આ માટે આદુનો રસ એક નાની ચમચી અને થોડું મધ ને મિક્ષ કરીને સુતા પહેલા લેવાથી ઘણી રાહત મળે છે.
મીઠાવાળા પાણીના કોગળા કરવા
ગળામાં દુખાવો અને ખરાશથી રાહત મેળવવા માટે પાણીમાં મીઠું નાખીને થોડા ગરમ પાણીના કોગળા કરી શકો છો. જો તમારા ગળામાં પણ દુખાવો હોય તો તમે દિવસમાં ત્રણથી ચાર વખત મીઠા વાળા પાણીના કોગળા કરો.
લવિંગ, આદુ અને તુલસીનો કાવો
જુના સમયમાં ગળામાં દુખાવો અને ખારાશની સારવાર માટે ખાસ કાવો બનાવવામાં આવતો હતો. લવિંગ, આદુ અને તુલસીને ઔષધીના રૂપમાં જોવામાં આવે છે. આ ત્રણે વસ્તુને પાણીમાં નાખી ઉકાળો તેમાં થોડું સ્વાદ માટે મીઠું ઉમેરો. આ કાવો પીવાથી કફમાં પણ રાહત મળે છે.
હળદરથી પણ મળે છે આરામ
ઉધરસ અને ગળામાં ખરાશથી હેરાન છો તો થોડી હળદળને ધીમાં તાપમાં સેકો અને તેમાં ગરમ પાણી સાથે પીઓ. જેના કારણે તમને જલ્દી આરામ મળશે. હળદળ રેસ્પિરેટપી ઈન્ફેક્શનને ઓછું કરવામાં ખુબ જ ઉપયોગી છે.