December 19, 2024

ઝારખંડના નવા CM ચંપઈ સોરેનની નેટવર્થ કરોડોમાં…

ઝારખંડ: રાજ્યમાં હેમંત સોરેનના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. હેમંતના રાજીનામા સાથે જ EDએ તેમની ધરપકડ કરી છે. તેમની ધરપકડ જમીન ઘોટાલાથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં કરવામાં આવી છે. હેમંતની ધરપકડ બાદ રાજ્યાના નવા મુખ્યમંત્રીને લઈને અનેક અટકળો અને અફવાઓના અંતે JMM અને કોંગ્રેસના ચંપઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે પોતાની દાવેદારી નોંધાવી છે. ચંપઈ સોરેન 10 પાસ અને કરોડોની સંપતિના માલિક છે. તેમ છતાં તેમની નેટવર્થ હેમંત સોરેનથી ઘણી પાછળ છે.

ચંપઈ સોરેન હાલમાં ઝારખંડ વિધાનસભાના સભ્ય અને ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા છે. ચંપઈ સોરેન હેમંત કેબિનેટમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણના કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

નેટવર્થ કેટલી છે?
2019 સુધીમાં તેમની કુલ સંપત્તિ 2,28,22,491 રૂપિયા છે. જો આપણે તેમના દેવાઓની વાત કરીએ તો તે રૂ. 76,50,059 છે. વર્ષ 2005માં તેમની પાસે 45 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ હતી. હવે તે વધીને 2 કરોડને પાર થઈ ગયા છે.

ઝારખંડ ટાઈગરને ખિતાબ મળ્યો
90 ના દાયકાના અંતમાં જ્યારે અલગ ઝારખંડ રાજ્યની માંગ વધી રહી હતી. એ સમયે હેમંત સોરેનના પિતા શિબુ સોરેન સાથેની મજબૂત ભાગીદારીને કારણે ચંપઈ સોરેનને ‘ઝારખંડ ટાઈગર’નું બિરુદ મળ્યું હતું.

ચંપઈ ક્યાંથી છે?
ચંપઈ સોરેન સરાઈકેલા-ખારસાવા જિલ્લામાં સ્થિત જીલિંગગોડા ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ સિમલ સોરેન છે. ચંપઈ સોરેન ખેડૂત સિમલ સોરેનના મોટા પુત્ર છે. ચંપઈએ વર્ષ 1974માં જમશેદપુરની આરકેએમ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું. આ દરમિયાન તેમની નાની ઉંમરે લગ્ન થઈ ગયા હતા.