January 7, 2025

પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, ત્રણ લોકોના મોત

Helicopter Crash Porbandar: પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. ત્રણ લોકોના મોત થયા છે અને બીજા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: PM મોદીએ કર્યું નમો ભારત કોરિડોરનું ઉદ્ઘાટન, દિલ્હીથી મેરઠ સુધીની મુસાફરી હવે સરળ

બચાવ કાર્ય ચાલી રહ્યું છે
ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ આ અંગે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર હેલિકોપ્ટરમાં કોઇ ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની છે. જેમાં હાલ 3 લોકોના મોત થયા છે. બાકીના લોકો સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.