January 22, 2025

15 ઓગસ્ટ બાદ રાજ્યમાં થશે ભારે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ચોમાસું બરાબર જામ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર આગામી દિવસોને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 15 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાં થઈ શકે છે.

મળતી માહિતી મુજબ, અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો, તારીખ 16 થી 24 દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 25મી ઓગસ્ટે સિસ્ટમ બની રહેશે જેના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉલેખ્ખનીય છે કે, અરબી સમુદ્રમાં હલચલ રહેશે. અરબી સમુદ્રમાં હલચલ હોવાથી તારીખ 20 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.