November 24, 2024

ભારે વરસાદથી ચારધામ યાત્રા પર લાગી બ્રેક, ગઢવાલ કમિશનરની જાહેરાત

Uttarakhand Rain: ઉત્તરાખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભૂસ્ખલનની સમસ્યા પણ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ગઢવાલ કમિશનરે ચાર ધામ યાત્રાને લઈને સૂચનાઓ જારી કરી છે. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ પર તેની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના એલર્ટ બાદ વહીવટીતંત્રે ચારધામ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચારધામ યાત્રાને લઈને સૂચના
છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદની અસર ચારધામ પર જતા ભક્તો પર જોવા મળી છે. વહીવટીતંત્રે ચારધામ યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને ઋષિકેશથી ઉપર ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે આજના દિવસે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે આજના દિવસે તેઓ મુસાફરી ના કરે. હવામાન વિભાગે આજના દિવસે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: બાબા મહાકાલનો અલૌકિક શ્રૃંગાર, ભસ્મ આરતીમાં જગન્નાથના રૂપમાં

પ્રવાસીઓને સલાહ
આ સમયમાં લાખોની સંખ્યામાં મુસાફરો ચારધામની યાત્રાએ જાય છે. શ્રદ્ધાળુઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને અહીં પહોંચે છે. ભારે વરસાદના કારણે અનેક અકસ્માત પણ બને છે. ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ હાલ બંધ થઈ ગયા છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે કે મુસાફરી ના કરે.