December 23, 2024

IND vs AUS મેચ પહેલાં સેન્ટ લુસિયામાં ભારે વરસાદ, વીડિયો વાયરલ

Australia vs India, St Lucia Weather: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેન્ટ લુસિયામાં મેચ રમાવાની છે. આ પહેલા અહિંયા વરસાદ પડી રહ્યો છે. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે આ મેચ કરો યા મરો જેવી છે. પરંતુ આ વચ્ચે આ મેચ ટોસ કર્યા વગર જ રદ થઈ શકે છે.

વરસાદના વીડિયો આવ્યો સામે
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે આજે ટક્કર થવાની છે. આ મેચ પહેલા વરસાદનો વીડિયો સામે આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલથી અહિંયા ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આ સમાચાર ઓસ્ટ્રેલિયન ફેન્સ માટે ખરાબ કહી શકાય. મેચ શરૂ થવાના 5 કલાક પહેલા ભારે વરસાદનો વીડિયો સામે આવ્યો છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ટોસ વગર રદ થઈ શકે છે. જો આ મેચ રદ થશે તો ઓસ્ટ્રેલિયાની ટીમને નુકસાન થશે.

મેચ રદ્દ થાય તો આ થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 31 મેચ રમાઈ છે. જેમાં 19 વાર ઓસ્ટ્રેલિયન ટીમની જીત થઈ છે અને ભારતની 11 વખત જીત થઈ છે. T20 વર્લ્ડ કપમાં બંને વચ્ચે 5 મેચ રમાઈ છે. જેમાં ભારતની 3 વખત જીત અને ઓસ્ટ્રેલિયાએ 2 મેચમાં જીત થઈ છે. આજની મેચ દરમિયાન હવામાન ખરાબ રહેવાની સંભાવના વધારે છે. વરસાદની સંભાવનાઓ 56 ટકા છે. આવી સ્થિતિમાં મેચ રદ થશે તો બંને ટીમને એક-એક પોઈન્ટ આપી દેવામાં આવશે. જો આવું થશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયાના કુલ માત્ર ત્રણ પોઈન્ટ હશે. જેના કારણે આ પછી તેણે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચો પર નિર્ભર રહેવાનો વારો આવશે.