July 4, 2024

ભારે વરસાદથી ઘેડ પંથક જળબંબાકાર, નેશનલ હાઇવે બંધ કરાયો

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: છેલ્લા કેટલાંક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદથી પોરબંદરનો માધવપુર – કુતિયાણા ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે. કચ્છથી બગસરા તરફ જતો મેઈન હાઈવે પર ઓઝત – ભાદર નદીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે. જેથી તંત્ર દ્વરા રસ્તો બંધ કરાયો છે. વાહન વ્યવહાર અને લોકોને રસ્તા પર જવા મનાઈ ફરવામાં આવી છે.

ઉપરવાસમાં પડેલ વરસાદ અને કુતિયાણા પંથકમાં પડેલ વરસાદથી માધવપુર ઘેડના ગામોમાં પાણી ફરી વળ્યા છે. તંત્ર દ્વારા 19 ગામોને એલર્ટ કરી જાણ કરી છે કે નદીના પટમાં અને કાંઠાના વિસ્તારમાં ન જવું. હાલ તો પોરબંદર માધવપુર – કુતિયાણા ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે. કડછ થી બગસરા તરફ જતો મેઈન હાઈવે પર ઓઝત – ભાદર નદીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે.જે થી તંત્ર દ્વરા રસ્તો બંધ કરાયો છે.આજ રીતે બીજા બે રસ્તા મૈયારી થી બગસરા અને ગરેજ થી મૈયારી સુધી ના રસ્તા સવાર ના સમય વાહન વ્યવહાર અને લોકોને રસ્તા પર જવા મનાઈ ફરવામાં આવી હતી.

હાલ પાણી ઓસરત ગરેજ થી મૈયારી સુધી આવતો રસ્તો ખોલી આપવાં માં આવેલ છે તંત્ર દ્વારા પોલીસ,હોમગાર્ડ અને ગ્રામ રક્ષણ ને આવા રસ્તા નજીક ફરજ પર તૈનાત કરી દેવા માં આવ્યા છે.મધવપુર ઘેડ વિસ્તાર માં ઓઝત – ભાદર નદીના ધસમસતા પ્રવાહ આવતા તંત્ર દ્વારા નવી બંદર નજીક આવેલ ભાદર પુલ ના દરવાજા ખોલી પાણી ની દરિયા માં નિક્સ કરવા માં આવે છે સાથે સાથે આજુ બાજુ ના ગામ ના લોકો ને સાવચેત રહેવા સૂચના આપવાં માં આવેલ છે.