December 22, 2024

આગામી પાંચ દિવસ રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી

Gujarat Monsonn Update: દેશ આખામાં ચોમાસુ બેસી ગયું છે ત્યારે ગુજરાતમાં મેઘરાજા વારંવાર વિરામ લઈને વરસી રહ્યા છે. આવામાં વરસાદને લઈ ભારતીય હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન મુશળધાર વરસાદની આગાહી કરી છે. ત્યાં જ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં મુશળધાર વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં પણ મેઘરાજાની કૃપા વરસી નથી તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. ત્યાં જ રાજ્યમાં હજી પણ 26 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે. જો કે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વભાગ અને હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે.

આ સાથે જ હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં જ પંચમહાલ, નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પૂર્વ પત્નીનું અપહરણ કરવા આવેલા પૂર્વ પતિ સહિત 4 ઈસમોની પૂણા પોલીસે કરી ધરપકડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેને લઈને અમદાવાદ, દાદરા નગર હવેલી, વલસાડ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણેય જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે 14મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પંચમહાલ, નર્મદા, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15મી જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

16મી જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી સાથે સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહી સાથે વડોદરા, છોટા ઉદેપુર, અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.