December 26, 2024

AIIMSમાં ભીષણ આગ, હોસ્પિટલની ફાયરસેફ્ટી ‘ડેડ’

દિલ્હી: “હમ નહીં સુધરેગે”… અવારનવાર દેશમાં એવા બનાવ સામે આવતા હોય છે. જેમાં આગના કારણે મોટું નુકશાન થાય છે. નુકશાન તો થીક લોકો આ આગમાં બળીને ખાખ થઈ જાઈ છે. સ્થાનિક તંત્ર જાણે ઊંઘમાં હોય તે રીતે બનાવ બની રહ્યા છે. અથવા તો પછી તમામ સ્થાનિક તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે. તંત્રની બેદકારીનો ભોગ સામાન્ય લોકોને ભોગવવાનો વારો આવે છે. ફરી એક વખત એવો જ બનાવ દિલ્હીમાં બન્યો છે. દિલ્હી AIIMSમાં ભીષણ આગ લાગી છે. હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સારવાર લઈ રહેલા લોકોમાં ભયથી ડરી રહ્યા હતા. આગ લાગી હોવાની માહિતી મળતાની સાથે જ દિલ્હી ફાયર સર્વિસ વિભાગે સાત ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનહાનિના વાવળ નથી.

ડાયરેક્ટર બ્લોકના માળે આગ
દિલ્હી AIIMSમાં આગનો બનાવ આજે 4-1-2024ના સવારે 6 વાગ્યાની આસપાસ બન્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી એઈમ્સના ડાયરેક્ટરની ઓફિસના બીજા માળના ગેટ નંબર 2 ટીચિંગ બ્લોકમાં આગનો બનાવ બન્યો હતો. જેમાં બીજા માળે ફર્નિચર, ફ્રિજ અને ઓફિસનો રેકોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સારી વાત એ છે કે અત્યાર સુધી કોઈના મોતના અહેવાલ નથી. પરંતુ હોસ્પિટલમાં રહેલા દર્દી અને તેમની સાથે આવેલા પરિવારજનોમાં ભારે ડર જોવા મળ્યો હતો. તાત્કાલિક જો ફાયરની ગાડી મોકલવામાં ના આવી હોત તો કોઈ મોટી દુર્ઘટના બની જવાની પુરી શક્યતા હતી.

આગનું કારણ શું?
દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટે આપેલી માહિતી અનુસાર ફર્નિચર, દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. જે માળ ઉપર આગ લાગી હતી તે માળ પર કોઈ હાજર ના હતું. જેના કારણે કોઈનું મોત થયું નથી. પરંતુ દસ્તાવેજો અને હાજર તમામ ચિજ બળીને ખાખ થઈ ગઈ છે. હાલ આગનું કારણ બહાર આવ્યું નથી. આગના કારણની તપાસ કરાઈ રહી છે. પરંતુ સવાલ અહિંયા લોકોની સુરક્ષાનો પણ છે. તંત્ર દ્વારા મોટા દાવા તો કરી દેવામાં આવે છે, પરંતુ સુરક્ષાના નામે શુન્યતા જોવા મળી રહી છે.

આ પણ વાચો:  અયોધ્યાના પથ પુષ્પોથી મહેકશે, 50 હજાર પ્લાન્ટથી થશે ડેકોરેશન