રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat: રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. સાથે જ હીટવેવમાં વધારો નોંધાવાની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. જેને લઈને બફારાનો અનુભવ થશે. જોકે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે.
આ પણ વાંચો: સંતરામપુરમાં કન્યા શાળાના શિક્ષકે ઝેરી દવા પીને ટૂંકાવ્યું જીવન, પોલીસે તપાસ હાથ ધરી