Delhi-UP સહિત 8 રાજ્યોમાં ગરમી યથાવત, Gujaratમાં હવામાન સૂકું રહેવાની શક્યતા

Weather Update: દેશના મોટા ભાગના વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. આકરી ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. દિલ્હીની આસપાસના વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 8 જૂન સુધી મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસાને લઈને આગાહી
IMD એ ચોમાસાને લઈને અપડેટ જાહેર કર્યું છે. જેમાં ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધશે. આ વખતે ગરમીનો પારો 45ને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. હરિયાણા-ચંદીગઢ-દિલ્હી,હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ આ રાજ્યોમાં ભારે ગરમીની આગાહી કરી છે.
આ પણ વાંચો: દેશમાં 10 રાજ્યોમાં હીટ વેવની ચેતવણી, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન
ગુજરાતનું હવામાન
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ હવામા સૂકું રહેવાની સંભાવનાઓ છે. ગઈ કાલે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 42 અને 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવનાઓ નથી. સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની હોવાના કારણે લોકલ કન્વેક્શનના કારણે અમુક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. પ્રી-મોન્સુન એક્ટિવિટી દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે 4 જૂનથી પવનની ગતિમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.