October 16, 2024

પગથિયાં ચડતી વખતે હાંફી જવાતું હોય તો આ રહી મસ્ત ટીપ્સ, ઉપર ચડ્યા બાદ પણ થાક નહીં લાગે

Health Care: પગથીયા ચડતી અને ઊતરતી વખતે ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જોકે, આ ખૂબ જ સામાન્ય છે. જેમ જેમ ઉંમર વધે છે. તેમ તેમ આ સમસ્યા પણ વધતી જાય છે. પરંતુ આ સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહી છે. પણ આના પર ગંભીરતાથી ધ્યાન આપવું જરૂરી છે. સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકાય છે. આ માટે નિયમિત કસરત, ઊંડા શ્વાસ અને સ્વસ્થ આહાર જેવી બાબતોનો સમાવેશ કરવો જોઈએ.

ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ
જ્યારે પગથીયા ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યારે થોડીવાર રોકાઈ જાઓ. થોડીવાર રેસ્ટ કરો અને ઊંડા શ્વાસ લો. આનાથી તમારા શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી થતી રહેશે. આની મદદથી શ્વાસને સામાન્ય બનાવી શકો છો. ધ્યાનમાં રાખો કે સીડી ચડતી વખતે ઉતાવળ કરવાથી થાક વધી શકે છે. આવી સ્થિતિમાં ઝડપથી સીડીઓ ન ચઢો.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

ધીમે ધીમે પગથીયા ચઢો
સીડી ચડતી વખતે તમારી ઝડપ ધીમી રાખો. પગથીયા ચઢવાથી હૃદય અને ફેફસાં પર વધારાનું દબાણ થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. જ્યારે ધીમે ધીમે ચઢશો, ત્યારે શરીરને આરામ મળશે. આ સિવાય સીડી ચડતી વખતે શ્વાસની ગતિને સ્થિર રાખવાનો પ્રયાસ કરો. સંતુલિત અને નિયંત્રિત ગતિએ ચઢવાથી ઊર્જા બચે છે.

હાઇડ્રેટેડ રહો
ઘણી વખત શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ જોવા મળે છે. જેના કારણે થાક અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તમારા આહારને સ્વસ્થ અને સંતુલિત રાખો. ઘર છોડતા પહેલા કંઈક ખાઓ. આ સિવાય તમારા શરીરને પણ હાઈડ્રેટ રાખો. તેનાથી શરીરમાં શક્તિ જળવાઈ રહેશે. પાણી પીને ચડવાનું ટાળો. પાણી પીને ઊતરવાનું પણ ટાળો. બને ત્યાં સુધી પાણી પીધા પછી કે પહેલાની 5 મિનિટની સ્પેસ શરીરને ઊર્જા બક્ષે છે.